ફેદરા ગામમાં 1.30 લાખ વર્ગ મીટર જમીન પર દબાણનો મામલો, HCનો અમદાવાદ કલેક્ટરને રિપોર્ટ રજૂ કરવા આદેશ
ફેદરા ગામમાં 1.30 લાખ વર્ગ મીટર જમીન પર દબાણનો મામલો, HCનો અમદાવાદ કલેક્ટરને રિપોર્ટ રજૂ કરવા આદેશ
અમદાવાદ જિલ્લાના ધંધુકાના ફેદરા ગામમાં એક લાખ ત્રીસ હજાર વર્ગ મીટર જમીન પર દબાણ કરવાના કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, અમદાવાદ કલેક્ટર આ કેસમાં તપાસ કરે અને તેનો રિપોર્ટ રજૂ કરે.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના ફેદરા ગામમાં એક લાખ ત્રીસ હજાર વર્ગ મીટર જમીન પર દબાણ કરવાના કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, અમદાવાદ કલેક્ટર આ કેસમાં તપાસ કરે અને તેનો રિપોર્ટ રજૂ કરે.
અમદાવાદ# અમદાવાદ જિલ્લાના ધંધુકાના ફેદરા ગામમાં એક લાખ ત્રીસ હજાર વર્ગ મીટર જમીન પર દબાણ કરવાના કેસમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, અમદાવાદ કલેક્ટર આ કેસમાં તપાસ કરે અને તેનો રિપોર્ટ રજૂ કરે.
અમદાવાદ કલેક્ટર દ્વારા ચાર સપ્તાહમાં આ કેસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે. જો, તપાસમાં સરકારી જમીન પર અતિક્રમણના પુરાવા મળે તો કલેક્ટર આ દબાણને હટાવે.
હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, હાલ આ જમીન પર યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, સાઈઠના દાયકામાં રાજ્ય સરકાર દ્વારા આ જમીન ખેતી માટે કેટલાંક લોકોને આપવામાં આવી હતી.
આ જમીનનો ખેતીમાંથી બિનખેતી ઉપયોગ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી. આ જમીન બાદમાં અન્યને વેચવામાં આવી હતી અને તેનો બિન ખેતી હેતુ માટે ઉપયોગ થયો છે. જ્યાં અનેક લોકોએ સરકારી જમીન પચાવી પાડી છે. આ જમીન પર, દેશનું સૌથી મોટુ એરપોર્ટ બનાવવાનો પ્રસ્તાવ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર