સુરત અને વડોદરામાં કોરોનાના કેસ સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં

સુરત અને વડોદરામાં કોરોનાના કેસ સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં
સુરત અને વડોદરામાં કોરોનાના કેસ સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં

અમદાવાદની શાળાઓમાં કોરોના કેસ ના આવે તેને લઈને શાળાઓના સંચાલકોએ ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં સુરત, નવસારી અને વડોદરામાં શાળાઓમાં કોરોનાના કેસ સામે આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર સતર્ક બન્યું છે. અમદાવાદની શાળાઓમાં કોરોના કેસ ના આવે તેને લઈને શાળાઓના સંચાલકોએ ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. શાળાઓમાં SOPનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે તેવી ગર્ભિત ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે. એટલું જ નહીં વિભાગ તરફથી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ શાળાએ ઓનલાઇન અભ્યાસ બંધ કરવો નહીં તેવી તાકીદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા સંચાલકોને કરવામાં આવી છે.

રાજ્યમાં આવેલી કેટલીક શાળાઓમાં કોરોનાના કેસો સામે આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે અમદાવાદની શાળાઓને કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે. જોકે અમદાવાદમાં હજુ સુધી કોરોનાના કેસો કોઈ શાળામાંથી આવ્યા નથી પરંતુ સાવચેતી રાખવા માટે DEO તરફથી તમામ શાળાઓને આદેશ કરાયો છે.આ પણ વાંચો - જામનગર : પ્રેમી પંખીડાનો આપઘાત, ઝાડ પર સાથે લટકતી હાલતમાં લાશ મળી

આ સિવાય ધીમે ધીમે હવે જ્યારે શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે કેટલીક શાળાઓએ ઓનલાઈન અભ્યાસ બંધ કર્યો હોય તેવી ફરિયાદો મળી રહી છે. પરંતુ ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન અભ્યાસ પણ તમામ શાળાઓએ શરૂ જ રાખવાનો છે એવામાં અમદાવાદ ગ્રામ્યના DEOએ જણાવ્યું હતું કે અમદાવાદની શાળાઓમાં કોઈ એકાદ બે કિસ્સામાં ટેક્નિકલ કારણોસર સમસ્યા થઈ હોય તેવા કેસોમાં એકાદ બે દિવસમાં ઉકેલ કરાયો છે. સદંતર ઓનલાઈન અભ્યાસ બંધ થયો હોય એવું નથી બન્યું. જે પણ શાળાએ ઓનલાઇન અભ્યાસ બંધ કર્યો હશે જેની ફરિયાદ કે હકીકત સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ DEOએ આપી છે.

આ ઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12માં અભ્યાસમાં ઘટાડો કરાયો છે. તે બાબતમાં પણ શાળાઓની લાલીયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. જે તે અભ્યાસમાં ઘટાડા બાદ પૂરો અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે કે નહીં તેનું પણ સુપરવિઝન કરી શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:March 04, 2021, 18:58 pm

ટૉપ ન્યૂઝ