Home /News /madhya-gujarat /અમદાવાદ: GMDC ખાતે ધન્વંતરી હૉસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ

અમદાવાદ: GMDC ખાતે ધન્વંતરી હૉસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ

ફાઇલ તસવીર.

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દૂર કરવા માટે ધનવંતરી કોવિડ હૉસ્પિટલમાં કોવિડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે.

અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ (GMDC ground) ખાતે કાર્યકરત ધન્વંતરી હૉસ્પિટલ (Dhanvantari hospital) ખાતે દર્દીઓની સુવિધા માટે દાખલ થવાની પ્રક્રિયા વધુ સરળ કરવામાં આવી છે. જે પ્રમાણે હવે ક્રિટીકલ દર્દીઓને સીધો જ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત એક 'ફર્સ્ટ રિસ્પોન્સ ટીમ' (First response team) પણ બનાવવામાં આવી છે. જે અહીં આવતા દર્દીઓની તપાસ કરીને જરૂર પડે તો અંદર રહેલા ડૉક્ટરો સાથે સંકલન કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં મદદ કરશે.

ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ  એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવિડ હૉસ્પિટલમાં દર્દીઓની ઉત્તમ સુવિધાઓ સાથે સર્વોત્તમ સારવાર થઈ રહી છે. દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દૂર કરવા માટે ધન્વંતરી કોવિડ હૉસ્પિટલમાં કોવિડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવે છે.



આ પણ વાંચો: 'ચડે પડે તોય લડે પણ હારે નહી, એ માણસની જાત,' લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા અનોખી પહેલ

આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે. આ પ્રકારની સુદ્રઢ વ્યવસ્થાને પગલે ક્રિટીકલ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ પ્રકારના વિલંબ વગર દાખલ કરવામાં આવી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત 108 અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે. આ રીતે દર્દીઓની વ્યથા દૂર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે.

આ પણ વાંચો: સુરત: રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજાર કેસમાં ઝડપાયેલા બે ડૉક્ટરને 15 દિવસ કોવિડ હૉસ્પિટલમાં સેવા આપવાની સજા

સાથે સાથે હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે, જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ધન્વતરી કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલા દર્દીઓને ઉત્તમ પ્રકારની આરોગ્ય સેવા મળી રહે તે માટે તબક્કાવાર માનવબળનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે. દર્દીઓને સહેજ પણ અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રાજકોટ: ઘણા દિવસો પછી આંખો ઠરે તેવા દ્રશ્યો જોવા મળ્યા, સિવિલમાં દાખલ થવાની લાઇન ગાયબ!


અત્રે ઉલ્લેખનીય છે કે આ હૉસ્પિટલમાં હાઉસ કિપિંગ સ્ટાફ, વોર્ડબોયની નિમણૂક કરવામાં આવી છે. આ સ્ટાફ 24X7 દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે. કોવિડ ધન્વંતરી હોસ્પિટલમાં આયોજનબદ્ધ રીતે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ અંતે સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે.
First published:

Tags: Coronavirus, COVID-19, DRDO, અમદાવાદ, જીએમડીસી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો