અમદાવાદ : પાલડીની અંકુર સ્કૂલમાં ગેરકાયદે કોલ સેન્ટર મામલે સંચાલકોને નોટિસ

News18 Gujarati
Updated: November 14, 2019, 4:10 PM IST
અમદાવાદ : પાલડીની અંકુર સ્કૂલમાં ગેરકાયદે કોલ સેન્ટર મામલે સંચાલકોને નોટિસ
ફાઇલ તસવીર

સ્કૂલના CCTVનું DVR સાઇબર ક્રાઇમ તપાસ માટે સાથે લઈ જતાં 17મીની UPSCની પરીક્ષાના આયોજનની ઉપાધિ.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : શહેરની પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં પકડાયેલા ગેરકાયદે કોલ સેન્ટર મામલે DEOએ સ્કૂલ સંચાલકોને શો કોઝ નોટિસ ફટકારી છે. આ મામલામાં સ્કૂલ નિરીક્ષકની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. જે અંગે સ્કૂલ નિરીક્ષક સામે DEO દ્વારા પગલાં લેવાશે કે કેમ તેના પર સવાલો ઉઠ્યા છે.

પાલડીમાં અંકુર સ્કૂલમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કાંડમાં સાઇબર ક્રાઈમે 6 શખ્સોની ધરપકડ કરી છે. કૌભાંડની તપાસ માટે સ્કૂલમાં રખાયેલા સીસીટીવીનું DVR અધિકારીઓ લઈ ગયા છે. સાઇબર ક્રાઇમના અધિકારીઓ DVR લઈ જતા નવી ઉપાધિ ઉભી થઇ છે. કારણ કે આગામી 17 નવેમ્બરના રોજ UPSCની પરીક્ષા યોજાવાની છે, જેનું સેન્ટર આ સ્કૂલમાં છે.

UPSCની પરીક્ષા માટે સેન્ટરમાં CCTV ફરજીયાત છે. જોકે, DVR ન હોવાથી સ્કૂલમાં પરીક્ષાનું રેકોર્ડિંગ કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠ્યા છે. બીજી તરફ અંકુર સ્કૂલમાં આ કૌભાંડ પકડાતા DEO કચેરીમાં સન્નાટો છવાઈ ગયો છે. ઘટના બનતા DEO કચેરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારીને પાંચ દિવસમાં જવાબ આપવા જણાવાયું છે. જો જવાબ ન મળે તો સ્કૂલની માન્યતા રદ કરવા સુધીની ભલામણ એજ્યુકેશન કમિશનરને થઈ શકે છે.

સ્કૂલમાં ગેરકાયદે કોલ સેન્ટરના મામલે DEO કચેરીના સ્કૂલ નિરીક્ષકની ગંભીર બેદરકારી પણ સામે આવી. પાલડી વિસ્તારની આ સ્કૂલમાં ચાલતી પ્રવૃત્તિ અંગે સ્કૂલ નિરીક્ષકે ધ્યાન રાખવાનું હોય છે. આ કેસમાં સ્કૂલ નિરીક્ષકે શું ધ્યાન રાખ્યું તે મોટો સવાલ છે. એટલું જ નહીં બેદરકાર સ્કૂલ નિરીક્ષક સામે પગલાં લેવાશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ અંકુર સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની હતી. છેડતીની ગંભીર ઘટના બાદ હવે કોલ સેન્ટર કૌભાંડ ઝડપાયું છે.
First published: November 14, 2019, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading