અમદાવાદ : ડિમોલીશનમાં પોતાના ઘરનો સામાન બહાર ફેંકાતો જોઇ કોન્સ્ટેબલ બન્યો 'સિંઘમ', થઇ ધરપકડ


Updated: March 4, 2020, 8:38 AM IST
અમદાવાદ : ડિમોલીશનમાં પોતાના ઘરનો સામાન બહાર ફેંકાતો જોઇ કોન્સ્ટેબલ બન્યો 'સિંઘમ', થઇ ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

ખાખી વર્દીમાં રાકેશ પટણી નામનો કોન્સ્ટેબલ ફિલ્મી સ્ટાઇલમાં સિંઘમની જેમ આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરમાં ગેરકાયદે દબાણ દૂર કરતી વખતે આમ તો ત્યાં રહેતા લોકો અને એએમસીની (AMC) ટીમ વચ્ચે ઘર્ષણ થતા રહેતા હોય છે. પણ શાહીબાગમાં દબાણ દૂર કરવા એએમસીની ટીમ ગઇ ત્યારે પોલીસને પણ સાથે રાખી હતી. આ મકાનમાં એક દરિયાપુરનો કોન્સ્ટેબલ (Police constable) રહેતો હતો. આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલતી જોઇને તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે સરકારી વાહનો પર પથ્થરો અને ચંપલ માર્યા હતા. જેથી પોલીસે (Ahmedabad Police) જ પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે.

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આર પી ડાભી તથા તેમના સ્ટાફનાં માણસો સિવિલ હોસ્પિટલની આસપાસ તથા ચમનપુરામાં ગેરકાયદે દબાણો દૂર કરવા ગયા હતા. એએમસીની ટીમે આ બંદોબસ્ત માંગ્યો હોવાથી પોલીસની ટીમ ત્યાં બંદોબસ્ત માટે ગઇ હતી. આ ટીમની સાથે સાથે એએમસીનાં કર્મીઓ આસિ. ટીડીઓ જગદીશ પંડ્યા, ટીડીઓ ઇન્સપેક્ટર હિતેશ ચૌહાણ અને સ્નેહલ કડલિયા તથા અન્ય ઓફિસરો પણ હાજર હતા. સવારે દસેક વાગ્યે આ કામગિરી શરૂ કરાઇ અને એકાદ વાગ્યા સુધી કામગીરી ચાલી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં 500 જગ્યાએ એર પ્યોરીફાયર મશીન મુકાશે

આ દરમિયાન જ અચાનક પૂરઝડપે એક ખાખી વર્દીમાં રાકેશ પટણી નામનો કોન્સ્ટેબલ ફિલ્મી સ્ટાઇલમાં સિંઘમની જેમ આવ્યો હતો. સિંઘમની જેમ આવતા જ તેનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. લોકોએ તેને ઉભો કરતા જ તેના ઘરનો સામાન કેમ બહાર કાઢ્યો છે તેમ કહી તે ઉશ્કેરાઇ ગયો હતો. બાદમાં તેણે એએમસીની ગાડી પર પથ્થરમાર્યો હતો. લોકોએ તેને શાંત પાડ્યો પણ તેણે પોતાના શર્ટના બટનો ખોલી લોકોને ઉશ્કેર્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદ Policeએ સર્જ્યો ઇતિહાસ, ગુણવત્તા માટેનું પ્રતિષ્ઠિત ISO સર્ટિફીકેટ મળ્યું

જેથી દરિયાપુરના કોન્સ્ટેબલ રાકેશ પટણીને ટીંગાટોળી કરી શાહીબાગ પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યાં તેની સામે ફરજમાં ખલેલ સહિતની કલમો હેઠળનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.આ વીડિયો પણ જુઓ : 
First published: March 4, 2020, 8:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading