Home /News /madhya-gujarat /

અમદાવાદઃ પુત્રવધૂના ડર, ધમકી અને ત્રાસથી તણાવમાં આવેલા સસરાનું મૃત્યુ, ચિઠ્ઠીમાં ચોંકાવનારો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ પુત્રવધૂના ડર, ધમકી અને ત્રાસથી તણાવમાં આવેલા સસરાનું મૃત્યુ, ચિઠ્ઠીમાં ચોંકાવનારો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

પ્રતિકાત્મક તસવીર

એક ફોલ્ડરમાં એક કાગળ તેઓને મળી આવ્યો હતો. જેમાં બંને બાજુએ લખાણ ટાઈપ કરાવ્યું હતું. જે કાગળમાં તેમની પુત્રવધૂ નેત્રા દીપકભાઈને, કલ્પના બહેનને તથા તેમના દીકરા દીકરીને માનસિક-શારીરિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનું (Old man) ફેબ્રુઆરી માસમાં મૃત્યુ થયું હતું. થોડા દિવસો બાદ ઘરમાંથી એક ચિઠ્ઠી (latter) મળી આવી હતી. જેમાં મૃતક દીપકભાઈ એ તેમની પુત્રવધૂ (daughter in law) પર કેટલાક આક્ષેપ કર્યા હતાં. પુત્રવધૂ ત્રાસ આપતી, ડરાવતી, ઝગડા કરતી હતી. જેથી ટ્રેસમાં આવેલા સસરાનું (father in law death) મૃત્યુ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ભાઈ બહેનના સંબંધોને લઈને ખોટી ચર્ચાઓ લોકોને કરતા પરિવારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતી હોવાનો પણ આક્ષેપ કરતા ચિઠ્ઠી પરથી પોલીસે (police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સોમેશ્વર બંગલોમાં રહેતા કલ્પનાબહેન શાહ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમનો દીકરો જીગર તથા તેની પત્ની એટલે કે પુત્રવધૂ નેત્રા સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેમને સંતાનમાં એક દીકરી પણ છે જેના લગ્ન 1998માં થયા હતા અને તે તેના પતિ સાથે સિંગાપુર ખાતે રહે છે. કલ્પનાબહેનના દીકરા જિગરના આજ થી 18 વર્ષ પહેલા એક યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ વર્ષ 2010માં બંનેના છૂટાછેડા થયા હતાં. બાદમાં જીગરના બીજા લગ્ન શાદી ડોટ કોમના માધ્યમથી ન્યુઝીલેન્ડ પીઆર નેત્રા પટેલની સાથે કરવામાં આવ્યા હતા. નેત્રાના પણ બીજા લગ્ન હતા. વર્ષ 2011માં બન્નેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. કલ્પના બહેનના પતિ દીપકભાઈ ગોમતીપુર ખાતે ગોડાઉન ધરાવી કોલસાનો વેપાર ધંધો કરતા હતા અને તેમની સાથે તેમનો દીકરો પણ કામકાજ કરતો હતો.

વર્ષ 2020 ના ફેબ્રુઆરી માસમાં રાત્રે કલ્પનાબેન તથા તેમનો દીકરો અને પુત્રવધૂ ઘરે હાજર હતા. રાત્રે તેમના પતિ દીપકભાઈ પોતાના રૂમમાં સુવા માટે ગયા હતા અને બીજા દિવસે સવારે તેમના પતિનું ડાયાબિટીસનું રૂટિન ચેકઅપ હોવાથી કલ્પનાબેન તેઓને જગાડવા ગયા હતા. જોકે દીપકભાઈએ કોઈ પ્રતિક્રિયા આપતા ડોક્ટરને ફોન કરાયો હતો અને ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ માર્ચ મહિનામાં કલ્પનાબેન દીપકભાઈના રૂમમાં ગયા હતા અને કબાટમાં પડેલા કપડા અને જરૂરી કાગળો જોયા હતા.

આ પણ વાંચોઃ-ભાવનગરઃ રૂ.5,000ની ઉઘરાણી મુદ્દે યુવકને જીવતો સળગાવ્યો, સારવારમાં મોત, માથાભારે લાલો અને ભઈલો કાઠી સામે હત્યાનો ગુનો દાખલ

આ પણ વાંચોઃ-સુરતઃ કામરેજનો યુવક મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ, લગ્ન બાદ રોકડા અને દાગીના લઈ ફરાર

ત્યાં એક ફોલ્ડરમાં એક કાગળ તેઓને મળી આવ્યો હતો. જેમાં બંને બાજુએ લખાણ ટાઈપ કરાવ્યું હતું. જે કાગળમાં તેમની પુત્રવધૂ નેત્રા દીપકભાઈને, કલ્પના બહેનને તથા તેમના દીકરા દીકરીને માનસિક-શારીરિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કલ્પનાબેનના દીકરા-દીકરી વચ્ચે ના સંબંધોની વાતો કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નેત્રા ગમે ત્યારે દીપકભાઈના રૂમમાં ઘુસી ગમે તેમ બોલી અને કઈ કહે તો પોલીસ બોલાવવાની ધમકી આપી ડરાવતી હતી. જેના કારણે તેઓની તબીયત વારંવાર બગડતી હોવાનો દીપકભાઈએ આ કાગળ માં ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

દીપકભાઈ ને એવો પણ ડર સતાવતો હતો કે તેમની પુત્રવધૂ તેમનો જીવ લઇ લેશે. આ પ્રકારનું લખાણ દીપકભાઈ ના મૃત્યુ બાદ મળી આવ્યું હતું. દીપકભાઈ ની પુત્રવધૂએ સંતાનોની ફી બાબતે પણ ઝઘડો કરી ન્યૂઝીલેન્ડ જવા માટે તકરાર કરી હતી. આટલું જ નહીં અવારનવાર પૈસા બાબતે પણ ઘરમાં ઝગડા કરી અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પુત્રવધૂ આપતી હતી અને સંતાનોના ખોટા સંબંધોની લોકોને ચર્ચા કરી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કામ પુત્રવધૂ નેત્રા કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જેથી એપ્રિલ વર્ષ 2020 થી 2021ના ફેબ્રુઆરી માસ દરમિયાન કલ્પનાબેન અને દીપક ભાઈ ના પુત્રની પત્ની નેત્રા એ દીપકભાઈને તથા ઘરના સભ્યોને અવારનવાર નાનીમોટી વાતમાં બોલાચાલી કરી અને માનસિક ત્રાસ તથા પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ થી દીપકભાઈ ટ્રેસમાં રહેતા હતા અને તેના કારણે તેઓનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર બાબતને લઈને જે કાગળ મળી આવ્યો તેના આધારે સેટેલાઈટ પોલીસે નેત્રા સામે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે .પોલીસે હાલ ipc 306 મુજબ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad latest news, Latest crime news

આગામી સમાચાર