સસરાએ પુત્રવધુને કહ્યું- તારા પતિ હાજર નથી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તું બ્લૂ ફિલ્મ જોઇ લે મજા આવશે

સસરાએ પુત્રવધુને કહ્યું- તારા પતિ હાજર નથી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તું બ્લૂ ફિલ્મ જોઇ લે મજા આવશે
પ્રતિકાત્મક તસવીર

યુવતીનો પતિ ધંધા માટે થોડા દિવસ બહાર ગયો ત્યારે સસરા અને દિયર દીકરીને રમાડવાના બહાને પુત્રવધૂને અડપલાં કરતા હતા

  • Share this:
અમદાવાદ : શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનમાં એક પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ હાજર નથી તો બ્લૂ ફિલ્મ જોઇ લે મજા આવશે તેમ કહી સસરા અને દિયરે પુત્રવધૂની છેડતી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ધંધા માટે દુકાન લેવા સાસરિયાંએ 25 લાખનું દહેજ પણ માગ્યું હતું.

વાડજમાં રહેતી યુવતીના લગ્ન તેના જ સમાજના એક યુવક સાથે વર્ષ 2016માં થયા હતા. લગ્ન બાદ યુવતી સરદારનગર ખાતે સાસુ-સસરા, દિયર સહિતના લોકો સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના થોડા જ મહિનામાં સાસરિયાઓ આ યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તું પિયરમાંથી કંઇ લાવી નથી. હવે ધંધા માટે દુકાન લેવી છે તેથી 25 લાખ રૂપિયા લઇ આવ. ત્યારે યુવતીએ જણાવ્યું હતું કે લગ્ન વખતે પિતાએ યથાશક્તિ મુજબ કરિયાવર આપ્યું હતું. હવે તેઓ કોઇ પૈસા આપશે નહીં. યુવતીના આવા જવાબ બાદ સાસરિયાં તેને ત્રાસ આપવા લાગ્યા હતા.પત્નીને કંઇ વસ્તુ જોઇતી હોય તો તેનો પતિ પૈસા આપતો ન હતો અને વસ્તુ પણ લઇ આપતો ન હતો. યુવતી માસિક ધર્મ વખતે પતિને સેનેટરી પેડ લાવવાનું કહેતી હતી પરંતુ પતિ પેડ લાવી આપતા નહીં. આ અંગે સસરાને જાણ થતા સસરા પેડ લઇને પુત્રવધૂને આપતા હતા. જેથી યુવતી સંકોચ અનુભવતી હતી. ઉપરાંત યુવતી ગર્ભવતી હતી ત્યારે તબીબ પાસે પતિ લઇ જતો ન હતો પરંતુ સસરા જ તબીબને ત્યાં લઇ જતા હતા. જેથી યુવતી શરમમાં મૂકાઇ જતી હતી. આ દરમિયાન યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ સસરિયાઓએ વધુ ત્રાસ ગુજાર્યો હતો.

આ પણ વાંચો - મોરબી : ખેડૂતે વાવ્યા થાઈલેન્ડના જામફળ, ઇઝરાયલ પદ્ધતિથી ખેતી કરતા મળી રહ્યો છે મબલખ પાક

યુવતીનો પતિ ધંધા માટે થોડા દિવસ બહાર ગયો ત્યારે સસરા અને દિયર દીકરીને રમાડવાના બહાને પુત્રવધૂને અડપલાં કરતા હતા. સસરાએ કહ્યું હતું કે, તારા પતિ હાજર નથી તારી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તું બ્લૂ ફિલ્મ જોઇ લે, મજા આવશે. આ ઉપરાંત સસરા અવારનવાર છેડતી કરતા હતા. યુવતી એક દિવસ સૂતી હતી ત્યારે કોઇએ તેની છેડતી કરતા તે જાગી ગઇ હતી. ત્યારે સસરાને રૂમની બહાર જતા જોયા હતા. જેથી આ અંગે યુવતીએ પતિને જાણ કરી હતી. પરંતુ પતિએ કંઇ ધ્યાન પર લીધુ ન હતું. સસરાની વારંવાર છેડતીનો ભોગ બનેલી યુવતી રૂમમાં એકલી રહેતી ન હતી. યુવતીની માતાનો જન્મદિન હોવા છતાં સાસરિયાંએ તેને જવા દીધી ન હતી અને આ મામલે તકરાર કરી હતી.

માર્ચ મહિનામાં યુવતી દીકરીને લઇ પિયર જતી રહી હતી. ત્યારે પતિ ત્યાં આવ્યો હતો અને દીકરીને લઇ જાઉં છું બીજા દિવસે પરત મૂકી જઇશ તેમ કહી દીકરીને લઇ ગયો હતો અને 10 દિવસ સુધી તેને પરત મુકવા આવ્યો ન હતો. આ દરમિયાન સમાજના લોકો ભેગા થયા હતા અને બન્ને વચ્ચે સમાધાન કરાવતા યુવતી પરત સાસરીમાં આવી હતી. જોકે, પહેલાંની જેમ જ સસરાએ ગંદી હરકતો ચાલુ રાખી હતી અને સાસરિયાંઓ હેરાન પરેશાન કરતા હતા. જેથી યુવતીએ આ અંગે પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:November 30, 2020, 22:04 pm