Home /News /madhya-gujarat /અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ
અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ
પકડાયેલી યુવતીની તસવીર
Cyber crime news: સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી એ યુવતીના ફિયાંસ સાથે આરોપી યુવતીને પ્રેમ સંબંધ હતો. જોકે બંનેના પરિવારજનોને જાણ થતાં આ પ્રેમ સંબંધ તૂટી ગયો હતો.
અમદાવાદઃ અત્યાર સુધી તમે પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન જોયું હશે પરંતુ અમદાવાદની એક યુવતીએ તેના બોયફ્રેન્ડ (BoyFriend) સાથે પ્રેમ સંબંધ તૂટી જતાં એવું કારસ્તાન કર્યું કે પોલીસ સ્ટેશનના (Police station) ધક્કા ખાતી થઈ ગઈ છે. જોકે બીજી તરફ આ કિસ્સો સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરનારા લોકો માટે ચેતવણીરૂપ પણ છે.
મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો બદલાતી ટેકનોલોજી નો સાથે સાથે હવે લોકો પણ હાઇ ટેક બની રહ્યા છે. અને હવે સોશ્યલ મીડિયા તરફ વળી રહ્યા છે. જો કે કેટલાક લોકો સોશ્યલ મીડિયા નો ઉપયોગ બેફામ રીતે દુરુપયોગ કરું રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
હવે લોકો સામજિક દુશ્મની કે એક તરફી પ્રેમમાં પણ બદલો લેવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લઇ રહ્યા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. અમદાવાદ માં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ તેના એક્સ બોયફ્રેન્ડની મંગેતરના ન્યૂડ ફોટો વાયરલ કરી દેતા પોલીસે યુવતીની ધરપકડ કરી છે.
આરોપીની પૂછપરછમાં બહાર આવી છે કે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી એ યુવતીના ફિયાંસ સાથે આરોપી યુવતીને પ્રેમ સંબંધ હતો. જોકે બંનેના પરિવારજનોને જાણ થતાં આ પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. અને આરોપી યુવતી ના એક્સ બોયફ્રેન્ડ એ સગાઈ કરી લીધી હતી.
જેથી યુવતી એ તેનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. અને યુવતી પાસે તેના બોયફ્રેન્ડનો ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ હતો. જેથી તેણે ઇન્સ્ટાગ્રામ ના ચેટ માંથી તેની મંગેતર ના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા. અને ફેક આઇ ડી બનાવી ને તે વાયરલ કરી દીધા હતા.
જો કે આ બાબત ની જાણ ફરિયાદી ને થતાં તેણે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી આરોપી ની ધરપકડ કરી છે. જો કે આ રીતે વિશ્વાસ માં આવી ને સોશ્યલ મીડિયા ના આઇ ડી પાસવર્ડ કોઈને આપવા ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે.