અમદાવાદ સાયબર ક્રાઈમે પહેલીવાર ઝારખંડના જામતારામાં કર્યું ઓપરેશન, વકીલ પાસેથી 11 લાખ પડાવનાર ચાર ઝડપાયા


Updated: September 24, 2020, 5:40 PM IST
અમદાવાદ સાયબર ક્રાઈમે પહેલીવાર ઝારખંડના જામતારામાં કર્યું ઓપરેશન, વકીલ પાસેથી 11 લાખ પડાવનાર ચાર ઝડપાયા
આરોપીની તસવીર

અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે.

  • Share this:
અમદાવાદઃ પેટીએમ કેવાયસીના (Paytm) નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે (Ahmedabad cyber crime) પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે. તો બીજી તરફ જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

સાઇબર ક્રાઈમમાં સાયબરને લઈ કોઈ પણ મોડસ ઓપરેન્ડી સામે આવે પરંતુ આરોપીઓનું મૂળ જામતારા સુધી પહોંચતું હોય છે. તેવા જ એક ગુનામાં સાયબર ક્રાઈમે શિવમકુમાર ગુપ્તા અને ગૌસુલવરા અંસારીની ધરપકડ કરી છે. જોકે તેની તપાસમા જામતારાના અજય મંડલ અને કુંદન કુમારની જામતારામા અટકાયત કરી છે. અને ત્યાંના અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમમા નોંધાયેલી રૂપિયા 11 લાખની ફરિયાદના આધારે તપાસ કરતા ગુનાના તાર જામતારા સુધી પહોચ્યા હતા. જેના આધારે કુલ 4 આરોપીને ઝડપી લેવામા આવ્યા છે. ગુનાની મોડેસ ઓપરન્ડીની વાત કરવામા આવે તો ઝડપાયેલા આરોપી અજય મંડલ અને તેનો સાગરીત ગોવિંદ મંડલ બ્લકમા મેસેજ કરાવતા. ત્યાર બાદ પેટીએમની વિગતો મેળવી કેવાયસી અપડેટનું જણાવી છેતરપિંડી કરતા હતા.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ લીમડીના દેવપુરા ગામે ફૂટ જેટલા કાદવમાં નીકળી અંતિમયાત્રા, સદાદ ગામે ખેડૂતે સળગાવ્યો ઊભો પાક

ત્યાર બાદ છેતરપિંડીના નાણાથી શિવમ ગુપ્તા 5 ટકાના કમિશન મેળવી એમેઝોન ગીફ્ટ વાઉચર ખરીદ કરી નાણા રોકડ કરવામા આવતા હતા. ઉપરાંત અન્ય આરોપી ગૌસુલવરા ઓનલાઈન બિલ પે. રિચાર્જ કરી રૂપિયા રોકડ મેળવતો હતો. અને રોકડ અજય મંડલ ને મોકલી આપતો હતો.

આ પણ વાંચોઃ-Photos: નવતર પ્રયોગ! રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં મોજમસ્તી સાથે થાય છે કોરોના દર્દીઓની સારવારઆ પણ વાંચોઃ-સુરતમાં કળયુગી પુત્રોએ હદ વટાવી, માતા પર ત્રાસ ગુજાર્યો, કહાની સાંભળી પોલીસકર્મીઓ પણ ભાવુક થઇ ગયા

મહત્વની વાત એ છે જામતારા ગામ નક્સલવાદી વિસ્તારમાં આવેલુ છે. જેથી પોલીસ ની ટીમો પણ ત્યાં વેશપલટો કરી આરોપી સુધી પહોચી હતી. પરંતુ પોલીસ હવે તે વાત ની તપાસ કરી રહી છે કે. જામતારાની ગેગનો અમદાવાદના આરોપી સાથે સંપર્ક કેવી રીતે થયો હતો. ઉપરાંત અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે લોકડાઉન બાદ લોકો સાથે ઓનલાઈન છેતરપીંડી કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આને એવું પણ માનવા આવે છે કે ઓનલાઈન છેતરપીંડી કરવાના માટેનું મોટું નેટવર્ક ઝારખંડમાં આવેલા જામતારામાંથી ચાલે છે. જામતારામાં અમદાવાદ સાયબર ક્રાઈમે પહેલીવાર ઓપરેશન હાથધર્યું હતું. અને છેતરપીંડીમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને હજી પણ ઓપરેશન ચાલું છે.
Published by: ankit patel
First published: September 24, 2020, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading