અમદાવાદ : Facebookમાં હિંદુ દેવી-દેવતાઓ વિશે બીભત્સ પોસ્ટ મૂકાઈ, સાયબરક્રાઇમે જાતે ફરિયાદ નોંધી


Updated: May 22, 2020, 8:37 AM IST
અમદાવાદ : Facebookમાં હિંદુ દેવી-દેવતાઓ વિશે બીભત્સ પોસ્ટ મૂકાઈ, સાયબરક્રાઇમે જાતે ફરિયાદ નોંધી
પ્રતિકાત્મક તસવીર

સ્થિતિની ગંભીરતાને જોત મામલો બીચકે તે પહેલાં જસાયબરક્રાઇમ સક્રિય, 8 Facebook Id ધારકો સામે ગુનો

  • Share this:
અમદાવાદ: સોશ્યલ મીડિયા પર ધાર્મિક લાગણી ન દુભાય અને વર્ગ વિગ્રહ ન સર્જાય તે માટે સાયબર ક્રાઇમની ટિમ સતત આ પ્રકારની પોસ્ટ પર વોચ રાખતી હોય છે. અને આવી જ પોસ્ટ ફેસબુક પર મળી આવતા આઠેક જેટલા ફેસબુક આઈડી ધારક સામે સાયબર ક્રાઇમમાં આઇપીસી અને આઇટી એકટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આ તમામ પોસ્ટમાં ભગવાન શ્રી રામ, કૃષ્ણ અને સીતા માતા પર બીભત્સ લખાણ લખાયા છે.

સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા વાયરલેસ પીએસઆઇ એચ.એન.પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ દ્વારા સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મુકાતી હોય તો તેની પર નજર રાખવામાં આવે છે. અને આ ટીમને આવી જ એક પોસ્ટ નજરમાં આવી હતી. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં જનતા ત્રસ્ત થઈ ગઈ છે. અને આવા સમયમાં ધર્મને લગતી જ વિવાદિત પોસ્ટ અને લખાણ ગાંધીનગર ડિજી ઓફિસના ધ્યાને આવ્યું હતું. જે મામલો સાયબર ક્રાઇમને મેલ દ્વારા જણાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :    અમદાવાદ : Lockdownમાં મહિલા RJ માટે instagram માથાનો દુખાવો બન્યું, હદ પાર થતા નોંધાવી ફરિયાદ

જેની તપાસ કરતા જગદીશ ગોસ્વામી નામના ફેસબુક આઈડી પર એક પોસ્ટ મુકાઈ હતી. જેમાં હિન્દૂ દેવી દેવતાઓના બીભત્સ ફોટો મુકવામાં આવ્યા હતા. અને હિન્દીમાં કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, સીતા માતા પર વિવાદિત પોસ્ટ મળી આવી હતી. જ્યારે Md ali નામના આઈડી પર શ્રીરામ વિશે બીભત્સ લખાણ લખ્યું હતું. આવી એક બે નહીં પણ અનેક વિવાદિત પોસ્ટ મળી આવી હતી. જેમાં બીભત્સ શબ્દો પણ ભગવાન વિશે લખાયા હતા. ફેસબુક આઈડી અને ગ્રુપ માં આ પ્રકારની પોસ્ટ સામે આવતા જ હવે સાયબર ક્રાઇમે કુલ આઠ ફેસબુક આઈડી ધારક સામે ગુનો નોંધ્યો છે. આ તમામ લોકોના આઈડી ના યુઆરએલ પરથી હવે પોલીસ તપાસ કરશે.

આ પણ વાંચો :   Jio પ્લેટફોર્મ્સમાં KKR કરશે 11,367 કરોડ રૂપિયાનું રોકાણ

ફેસબુક આઈડી પરથી લખાયેલી આ પ્રકારની પોસ્ટથી ધાર્મિક દુષમની ઉભી થાય અને એક કોમની બીજી કોમ સાથે દુષમનાવટ ઉભી થાય તે હેતુથી કરાઈ હોવાનું માનીને પોલીસે ફેસબુક એકાઉન્ટ ધારક જગદીશ ગોસ્વામી, Md ali, Mofizul hoque, Datta tilewad, sham singh, Md irfan, Bilal hussain અને એક ફેસબુક ગ્રુપના એડમીન સામે ફેસબુક આઈડી આઇપીસી 153, 153 A, 153 B, 120 B, 294(B) અને આઇટી એકટ 66 સી, 67 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.
First published: May 22, 2020, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading