અમદાવાદ: એક સમયે કોલ સેન્ટર (illegal call center in Ahmedabad) કેપિટલ બની ગયેલા અમદાવાદમાં (Ahmedabad News) ફરીથી અમેરિકાના લોકને ફસાવી રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયુ છે. બે યુવાનો અમેરિકના નાગરિકોને વિશ્વાસમાં લઇને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા હતા. ત્યારે જ અમદાવાદ સાયબર ક્રાઇમની (Ahmedabad Cyber crime) ટીમે ઝૂંડાલ સર્કલ નજીક શરણ પાર્કમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે કોલ સેન્ટર ચલાવતા સૌરભ મહેશકુમાર વર્મા અને ટીકમ કનૈયાલાલ વૈષ્ણવને ઝડપી લીધા હતા. જે બાદ આરોપીઓ પાસેથી પોલીસે લેપટોપ, મોબાઈલ અને રાઉટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝૂંડાલ સર્કલ નજીકના શરણ પાર્કમાં કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાની બાતમી મળતાં જ સાયબર ક્રાઇમની ટીમે દરોડા પડ્યા હતા. શરણ પાર્ક નામની બિલ્ડીંગના ફ્લેટમાં દરોડા પાડીને સાયબર ક્રાઇમની ટીમે સૌરભ વર્મા અને ટીકમ વૈષ્ણવને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો - જ્યારે 42 વર્ષે બિન સચિવાલયની પરીક્ષા આપવા પહોંચ્યા ઉમેદવાર: જાણો શું વ્યક્ત કરી ઈચ્છા?
બંને આરોપીઓ અમેરિકન નાગરિકોને લેન્ડીંગ ક્લબ નામની લોન આપતી કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપી વાત કરતા હતા. જો કોઈ વ્યક્તિ લોન લેવા માટેની તૈયારી દર્શાવે તો લોન એપ્રુવ થઈ જશે પરંતુ ક્રેડિટ સ્કોર ઓછો હોવાથી લોન સક્સેસ ફૂલ થતી ના હોવાનું કહીને ભોગ બનનારનો સ્કોર 700 પોઇન્ટ વધારી આપવાની અને સરળતાથી લોન મેળવી આપવાની ખાત્રી આપી અમેરિકન નાગરિકો પાસે અલગ અલગ ગિફ્ટ કાર્ડનો 16 અં નો નંબર મેળવી તે નંબરના આધારે નાણાકીય પ્રોસેસ કરી ગિફ્ટ કાર્ડને રોકડ રકમમાં રૂપાંતરિત કરાવી રૂપિયા પડાવતા હતા.
પોલીસે તેમની પાસેથી લોન માટે ઇન્કવાયરી કરનાર લોકોનું લિસ્ટ, છ મોબાઇલ ફોન, લેપટોપ વાઇફાઇ રાઉટર કબજે લીધું હતું. આ ઉપરાંત તેઓ કેટલા સમયથી આ કોલ સેન્ટર ચલાવતા હતા અને તેમણે કેટલા લોકો પાસે થી રૂપિયા પડાવ્યા છે. તે અંગે ની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.