અમદાવાદ : સાયબર ક્રાઇમે પહેલીવાર પાસાનો કેસ કર્યો, પ્રધાનમંત્રી યોજનાના નામે ઠગનાર ધૂતારો જેલમાં


Updated: October 20, 2020, 5:15 PM IST
અમદાવાદ : સાયબર ક્રાઇમે પહેલીવાર પાસાનો કેસ કર્યો, પ્રધાનમંત્રી યોજનાના નામે ઠગનાર ધૂતારો જેલમાં
પ્રધાનમંત્રી યોજનાના નામે લોકોને ચૂનો ચોપડનારા ઠગને પાસા

ધીરજ પ્રજાપતિના ધતિંગનો પર્દાફાશ કરી સાયબર ક્રાઇમે પહેલી વાર પાસા હેઠળ કાર્યવાહી કરી, આરોપીને રાજકોટ જેટલના સળિયા પાછળ ધકેલી દેવાયો

  • Share this:
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જયારથી કામગીરી શરૂ કરી છે ત્યારબાદથી એક બાદ એક અનેક લોકો ને જેલ ભેગા કરી ચુકી છે અને જેમાં ખાસ કરી ને જામતારા ગેંગ હોય કે પછી કોલ સેન્ટરનાં આરોપીઓ તમામ પ્રકારના લોકોની ધરપકડ કરી છે, પરંતુ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પહેલી વાર પાસા હેઠળ કાર્યવાહી કરી છે અને એક આરોપી સામે કાર્યવાહી કરી જેલ માં ધકેલી દીધો છે..સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી ધીરજ પ્રજાપતિની પાસા હેઠળ પકડી પાડ્યો છે..મળતી માહિતી પ્રમાણે આરોપી ધીરજ અને તેના અન્ય સાગરીત સાથે મળી પ્રધાનમંત્રી યોજના હેઠળ સિલાઈ મશીન મફત માં આપવાનું કહી અમદાવાદમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં લોકો પાસે થી otp મેળવી કોઈ પણ રીતે છેતરપિંડી કરેલ અને જેમાં તેની ધરપકડ પણ કરવા માં આવી હતી અને તે કેસ માં તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે આરોપીને હાલ રાજકોટ જેલ ખાતે મોકલી દેવાયા છે અને આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ ના DCP અમિત વસાવાનું કેહવું છે કે આ કાર્યવાહી આગળ પણ ચાલુ રેહશે. બીજી બાજુ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડ માં આવેલ જામતારા ગેંગના વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :  'ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ,' ધાનાણીના 'ટ્ટીટ બૉમ્બ'થી રાજકીય માહોલ ગરમાયો

અમદાવાદમાં એક વ્યક્તિ ને paytm નું kyc અપડેટ કરવાનું કહી તેમની પાસેથી એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 2 લાખ ની છેતરપિંડી કરવા માં આવી હતી ને તે મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી અને તપાસ માં જામતારા ગેંગ ની સંડોવણી સામે આવતા એક ટિમ તપાસ કરી આરોપી મહેન્દ્ર દાસની ધરપકડ કરી લીધી છે અને તપાસ માં સામે આવ્યું છે કે તેના ખાતા માં 35 હજાર રૂપિયા ગયા હતા.

આ પણ વાંચો :  વડોદરા: પતિ નગ્ન થઇને પરિવાર સામે ડાન્સ કરતો, પત્નીને જબરદસ્તી દારૂ-મટન પીરસાવતોહાલ આ કેસ માં વધુ આરોપીઓ ને પકડવા કાર્યવાહી કરવા માં આવી રહી છે..મહત્વ ની વાત તો યે છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધી માં અનેક લોકો ની જામતારા થી ધરપકડ કરી લીધી છે.અને હાલ પણ ત્યાં કાર્યવાહી થાય છે.
Published by: Jay Mishra
First published: October 20, 2020, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading