અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું
અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું
આરોપી પંકજ પટેલ મૂળ મહેસાણાનો (Mehsana)રહેવાસી છે.
Ahmedabad Crime - આરોપીને ફેસબુક અને સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદી સાથે મિત્રતા થઈ હતી. આરોપી ફરિયાદીને પસંદ કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા તેને અવારનવાર મળવા અંગે જીદ કરતો હતો
અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Cyber Crime Branch)એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની કરતૂત એવી હતી કે તેને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. આરોપી પંકજ પટેલ મૂળ મહેસાણાનો (Mehsana)રહેવાસી છે. જ્યારે છેલ્લા એક વર્ષથી ખેતીનું કામ કરે છે. મળતી માહિતી પ્રમાણે આરોપી એક વર્ષ પહેલા ભારત આવ્યો છે. આ પહેલા છેલ્લા 10 વર્ષથી અમેરિકાના (America)ન્યૂજર્સીમાં રહેતો હતો.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદીએ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી કે ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી તેના ધ્યાનમાં આવ્યું છે અને જાણવા મળ્યું કે તે આઈડીમાં તેના ફોટો અપલોડ કરેલા હતા અને ફોટાની નીચે બિભસ્ત લખાણ અને તેને અશ્લીલ દર્શાવી હતી. જે બાબતે સાયબર ક્રાઇમે (Cyber Crime)ફરિયાદ દાખલ કરી કરીને આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.
તપાસમાં સામે આવ્યું કે આરોપીને ફેસબુક અને સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદી સાથે મિત્રતા થઈ હતી. આરોપી ફરિયાદીને પસંદ કરતો હતો અને તેની સાથે સંબંધ રાખવા તેને અવારનવાર મળવા અંગે જીદ કરતો હતો. આ બાબતે ફરિયાદીના સાસરીમાં ખબર પડી જતા છૂટાછેડા પણ ફરિયાદીના થયેલ છે. આરોપી ફરિયાદીની મરજી વિરુદ્ધ તેની સાથે સંબંધ રાખવા બાબતે દબાણ કરતો હતો. જેથી ફરિયાદીએ કંટાળી તેની સાથે સંપર્ક બંધ કરી દીધો હતો.
ફરિયાદી દ્વારા સંપર્ક બંધ કરી દેવાથી તે ઉશ્કેરાઈ ગયો હતો. જેનો બદલો લેવા આરોપી પંકજ પટેલે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હાલ સાયબર ક્રાઈમ દ્વારા આરોપીની ધરપકડ કરી છે તેનો અને મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીએ એક તરફી પ્રેમને કારણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે માટે તપાસ કરવામાં આવી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે મહિલાને ઇમ્પોટેડ હથિયાર સાથે ઝડપી
ક્રાઈમ બ્રાન્ચે એક મહિલાની રિવોલ્વર, કાર્ટિઝ, સોનાં ચાંદીના દાગીના સાથે ધરપકડ કરી છે. મહિલાનું નામ ધનલક્ષ્મી પરમાર ઉર્ફે મનીષા છારા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સ્કોડને બાતમી મળી હતી કે કુબેરનગરની મહિલા પાસે ઇમ્પોટેડ કાર્ટિઝ સોનાં ચાંદીનાં દાગીના મોબાઈલો છે તે તમામ મુદ્દામાલ ચોરીનો છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાને દબોચી લીધી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુબેરનગર ખાતેના સિલ્વર જ્યોત સોસાયટીના મકાન ન 314/2માં સર્ચ કરતા ક્રાઇમબ્રાન્ચની ટીમને એક ઇમ્પોર્ટેડ રિવોલ્વર, 9 કાર્ટિઝ, સોનાનો હાર અલગ અલગ કંપનીના 7 ફોન એમ મળી કુલ 11 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર