અમદાવાદ : યુવકનો બીભત્સ વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતી ગેંગ ઝડપાઈ


Updated: July 3, 2020, 5:46 PM IST
અમદાવાદ : યુવકનો બીભત્સ વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરતી ગેંગ ઝડપાઈ
ત્રણ યુવકની ધરપકડ.

ત્રણેય બેરોજગાર યુવકોની ગેંગ ફોન કરી યુવકને ખાનગી જગ્યાએ બોલાવ્યો હતો, બાદમાં તેનો બીભત્સ વીડિયો બનાવી લીધો હતો.

  • Share this:
અમદાવાદ : શહેર સાઇબર ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) ત્રણ યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓ એક યુવકનો બીભત્સ વીડિયો (Obscene Video) બનાવી તેને બ્લેકમેઇલ (Blackmailing)કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ બેરોજગાર હોવાથી આ કારસ્તાન કર્યાનું સામે આવ્યું છે.

સાઇબર ક્રાઇમ બ્રાંચે આ ગુનામાં અમદાવાદના મોહમદ રુહાંન શેખ, મોહમદ સૈફ કુરેશી અને અહાન પઠાણની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ગેંગ બનાવી બ્લેક મેઇલિંગનું કારસ્તાન કરી રહ્યા હતા. એક યુવક સાથે વાતચીત કરી તેને ખાનગી જગ્યાએ બોલાવી બીભત્સ વીડિયો બનાવી ને ₹1.10 લાખ પડાવી લીધા હતા. આ મામલે પોલીસે તેઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : સુરત માટે જોખમ ઊભું કરતા હીરા કારખાના માલિકો : રેડ ઝોનમાં ચાલતી ફેક્ટરી પર દરોડા

પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવકને કેનેડા જવાનું હોવાનું જાણ્યા બાદ આરોપીઓએ પણ તેમને કેનેડા જવાની વાત કરીને પોતાની જાળ માં ફસાવ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીને ખાનગી જગ્યાએ બોલાવી તેને બ્લેક મેઈલ કરવા વીડીયો ઉતારી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ડ્રગ્સના બંધાણી હોવાથી આ કારસ્તાન કર્યું હતું.

વીડિયોમાં જુઓ : એક સ્કૂલ આવી પણ! વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી માફ કરી
આ પણ વાંચો :  રેલવે સુપ્રિટેન્ડેન્ટને મહિલા કર્મચારીની જાતિય સત્તામણી કરવી ભારે પડી, ધરપકડ

હાલ એક જ ગુનાનો ભેદ ઉકેલાયો છે પરંતુ પોલીસનું માનવું છે કે આ ગેંગે અન્ય કેટલાક લોકોને પણ ભોગ બનાવ્યા હોઈ શકે છે. પોલીસ આ મામલે અપીલ પણ કરી છે કે આવી ગેંગનો અન્ય કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ સમક્ષ આવી ફરિયાદ નોંધાવી શકે છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની તપાસમાંમાં અન્ય ખુલાસા થઈ શકે છે. સાથે સાથે પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે આ લોકોએ ફરિયાદી સાથે કંઈ રીતે સંપર્ક કર્યો હતો.
First published: July 3, 2020, 5:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading