ચેતવણીરૂપ કિસ્સો : આધેડે 2110 રૂપિયાનું લાઈટબીલ Online ભરવા જતા 1 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા

ચેતવણીરૂપ કિસ્સો : આધેડે 2110 રૂપિયાનું લાઈટબીલ Online ભરવા જતા 1 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા આધેડ સાથે ઘટેલી ઘટના લાલબત્તી સમાન, વાંચો કેવી રીતે મહેનતના પૈસા એક ચપટીમાં ગુમાવ્યા

  • Share this:
અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા 49 વર્ષીય આધેડ છેતરપીંડી નો ભોગ બન્યા છે. તેઓ 2110 રૂપિયા લાઈટબીલ મોબી કવિક વડે ભરવા જતા હતા પણ પેમેન્ટ ન થતા તેઓના ખાતામાંથી 2070 રૂપિયા કપાઈ ગયા હતા. જેથી તેમણે મોબી કવિકનો કસ્ટમર કેર નમ્બર ગૂગલ પર સર્ચ કર્યા બાદ તેઓ ઠગબાજો નો શિકાર બન્યા અને એક લાખથી વધુની રકમ તેઓએ ગુમાવી હતી.

ઇસનપુરમાં આવેલા ચામુંડા પાર્કમાં કરણભાઈ દેસાઈ નામના આધેડ રહે છે. તેઓ ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને મોબી કવિક વોલેટનું એકાઉન્ટ તેમના બેન્ક એકાઉન્ટ સાથે જોડાયેલું છે. ગત જુલાઈ માસમાં તેમના માતા પિતાના રહેઠાણ નું 2110 રૂપિયા લાઈટ બિલ તેમણે આ મોબી કવિક થકી ભર્યું હતું. જોકે આ બિલ ભરાયું ન હતું અને તેનો મેસેજ પણ આવ્યો હતો. પણ ખાતામાંથી તેમના 2070 રૂપિયા કપાઈ ગયા અને તે એક અઠવાડિયામાં પરત મળશે તેવો મેસેજ આવ્યો પણ રૂપિયા મળ્યા નહિ.આ પણ વાંચો :  BJPના વધુ એક નેતા Coronaની ઝપટમાં, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પોઝિટિવ આવતા આ સલાહ આપી

જેથી તેઓએ મોબી કવિક કસ્ટમર કેરનો નમ્બર ગૂગલ પર સર્ચ કર્યો હતો. તેમાં જે નમ્બર મળ્યો તેમાં ફોન કર્યો તો સામે વાળી વ્યક્તિએ કવિક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં અન્ય નમ્બર પરથી કરણભાઈ ને ફોન આવ્યો અને એક લિંક મોકલી આપી હતી.

આ લિંક અન્ય કોઈને ફોરવર્ડ કરવાનું જણાવી ફોન પર જ બેન્ક ખાતાની માહિતીઓ માંગી હતી. આ માહિતીઓ થકી ગઠિયાઓએ તેમના બે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 1 લાખ થી વધુની રકમ ચાઉં કરી લીધી હતી. કરણભાઈને પોતે છેતરાયા હોવાની જાણ થતા જ તેમણે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :   જૂનાગઢની હૃદયદ્રાવક ઘટના! coronaગ્રસ્ત પતિની આત્મહત્યા બાદ વિરહમાં પત્નીએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું

પરંતુ આ ઠગાઈના કિસ્સા પરથી પોલીસ કહે છે કે લોકોએ કોઈ પણ કસ્ટમર કેર નંબર ગૂગલ પર શોધવો નહિ. કારણકે ગૂગલ પર સર્ચ કરતા પહેલો જે નમ્બર કે લિંક આવે તેના પર જ લોકો ક્લિક કરતા હોય છે. અને ઠગબાજો સર્ચ એન્જીન ઓપ્ટીમાઇઝેશન થકી વળતો કોલ કરી કસ્ટમર કેરમાંથી જ વાત કરતા હોવાનું કહી ઠગાઈ આચરે છે.
Published by:Jay Mishra
First published:August 28, 2020, 08:11 am

ટૉપ ન્યૂઝ