અમદાવાદમાં પથ્થરમારાનો મામલો : પોલીસને RSS, BJPના લોકો ગણાવી કોમી એકતા તોડવાનો પ્રયાસ

અમદાવાદમાં પથ્થરમારાનો મામલો : પોલીસને RSS, BJPના લોકો ગણાવી કોમી એકતા તોડવાનો પ્રયાસ
સિવિલ ડ્રેસમાં પોલીસ જવાનો.

હિન્દુ-મુસ્લિમ વચ્ચે એકતા તોડવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકાયો, સાઇબર સેલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

  • Share this:
અમદાવાદ : થોડા સમય પહેલા શાહપુરમાં પોલીસ પર પથ્થરમારો (Ahmedabad Shahpur Stone Pelting on Police) કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ કરી ‘પોલીસ સાથે RSS, BJPના લોકો પણ ચાલી રહ્યા’ તેવું ભડાકાઉ લખાણ લખી ટ્વીટર (Tweeter) પર પોસ્ટ કરવામાં આવતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. આ રીતે હિન્દુ-મુસ્લિમ સમાજ (Hindu-Muslim Unity)ના લોકો વચ્ચેની એકતા તોડવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ સાઇબર સેલે તપાસ હાથ ધરી છે.

શાહપુરમાં થોડા દિવસ અગાઉ કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે 25થી વધુ લોકોની ધરપકડ પણ કરી હતી. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ સહિતનો શહેર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં કેટલાક પોલીસકર્મી સિવિલ ડ્રેસમાં હતા. પોલીસની આ કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો :  અમદાવાદ : વૉટ્સએપમાં જીજાજીનો ડીપી મૂકીને 3 લાખ પડાવી લીધા, લાલબત્તી સમાન કિસ્સો

આ વીડિયોમાં સિવિલ ડ્રેસમાં રહેલા ક્રાઈમ બ્રાન્ચ અને સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ જવાનોને RSS,BJPના લોકો બતાવીને મુસ્લિમ સમાજની લાગણી ભડકાવવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ પોસ્ટ MUSLIM MIRROR નામના ટ્વીટર એકાઉન્ટ પર 9 મેના રોજ મૂકાઈ હતી. પોસ્ટમાં બે પક્ષના લોકો પોલીસ સાથે ચાલી રહ્યા છે તેવી ખોટી પોસ્ટ મૂકાઈ હતી.

સાઇબર સેલના ધ્યાને આ ભડકાઉ પોસ્ટ આવતા પોસ્ટ મૂકનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વીડિયો મૂકી લખાણ લખનારે આર.એસ.એસ ટેરેરિસ્ટ જેવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. આ પ્રકારનું કૃત્ય કરનાર ટ્વીટર એકાઉન્ટ ધારકને સાઇબર સેલની ટીમ શોધી રહી છે.
Published by:News18 Gujarati
First published:May 19, 2020, 11:56 am

ટૉપ ન્યૂઝ