અમદાવાદઃ વધુ એક હત્યાનો બનાવ, મહિલાની હત્યા કરી આરોપીએ રૂમની બહાર માર્યું તાળું

અમદાવાદઃ વધુ એક હત્યાનો બનાવ, મહિલાની હત્યા કરી આરોપીએ રૂમની બહાર માર્યું તાળું
ફાઈલ તસવીર

હાલ હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. ત્યારે હત્યા પાછળ લૂંટનો ઈરાદો હતો કે પછી અંગત કોઈ કારણ છે. તે તમામ દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • Share this:
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો (murder) સિલસિલો યથાવત છે. અમરાઈવાડી (Amaraiwadi) વિસ્તારમાં 2 દિવસ પહેલા હત્યા થઈ હતી. ત્યારે હવે રામોલ વિસ્તારમાં એક મહિલાની (woman murder) હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

રામોલ વિસ્તારમાં (ramol) આવેલા સરિતા એપાર્ટમેન્ટમાં મીરાબેન સાધુની હત્યાનો બનાવ સામે આવ્યો છે. મીરા બેનની ઉમર 45 વર્ષની હોવાનું સામે આવ્યું છે. મીરાબેનની હત્યા કરી આરોપીએ બહારથી દરવાજો લોક કરી દીધેલો. કારણ કે પોલીસ જયારે તપાસ માટે ગઈ ત્યારે દરવાજો લોક હતો.આ પણ વાંચોઃ-900 કોલ રેકોર્ડિંગ લઈને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, કોન્સ્ટેબલ પત્ની અને સાળી રચી રહી હતી હત્યાનું ષડયંત્ર

પોલીસનું કેહવું છે કે મીરાબેનના પેટના ભાગે 3 ઇજા મળી આવી છે. પોલીસે લાશને પીએમ(પોસ્ટ માર્ટમ) કરાવી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-મુંબઈ હુમલામાં બચાવ્યા હતા અનેક લોકોના જીવ, કોરોના સામેની લડાઈમાં હારી ગયા આ પોલીસ ઈન્સ્પેક્ટર

આ પણ વાંચોઃ-Facebookએ લોન્ચ કર્યું TikTokનું ક્લોન! ‘Reels’થી એકદમ ટીકટોક જેવા જ બનશે મસ્ત Video

પોલીસનું કેહવું છે કે હાલ હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. ત્યારે હત્યા પાછળ લૂંટનો ઈરાદો હતો કે પછી અંગત કોઈ કારણ છે. તે તમામ દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે રામોલમાં મહિલાની હત્યાને લઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

મહત્વ નું છે કે અમદાવાદમાં છેલ્લા થોડા સમયમાં હત્યાના બનાવો વધી ગયા છે. અને જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં અલગ અલગ કારણોસર હત્યા થઈ રહી છે. હાલ તો રામોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી સુધી પહોંચવા કાર્યવાહી શરૂ કરી છે.
Published by:ankit patel
First published:August 06, 2020, 21:07 pm

ટૉપ ન્યૂઝ