Ahmedabad Crime: "મેં એક ... હું, મેં ફ્રી મેં S*X કરને દેતી હું" યુવતીની FB સ્ટોરીમાં કોઇએ લખ્યું, અને પછી..
Ahmedabad Crime: "મેં એક ... હું, મેં ફ્રી મેં S*X કરને દેતી હું" યુવતીની FB સ્ટોરીમાં કોઇએ લખ્યું, અને પછી..
સાયબર સેલ દ્વારા ફરિયાદ દાખલ
Cyber Crime: મૂળ જૂનાગઢની (Junagadh) અને હાલ અમદાવાદનાં નવરંગપુરામાં (PG in Navrangpura Area) પેઇન ગેસ્ટ તરીકે રહેતી 28 વર્ષીય યુવતીએ જૂનાગઢથી પી.જી.ડી.સી.એનો કોર્સ કર્યો છે અને રાજકોટથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2019થી તે અમદાવાદમાં રહે છે અને એક કંપનીમાં નોકરી કરે છે
અમદાવાદ: સોશિયલ મીડિયાનાં (Social Media) જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. જો તેના યોગ્ય ફીચર્સ મુજબ સિક્યોરિટી ન રાખવામાં આવે તો અનેક લોકો ખરાબ અનુભવ થતા હોય છે. આવો જ કડવો અનુભવ અમદાવાદની એક યુવતીને થયો છે. તેના ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કોઈ વ્યક્તિએ સ્ટોરીમાં બીભત્સ લખાણ લખ્યું હતુ. જેમાં તેણે લખ્યું કે, " મેં .... હું, મેં ફ્રી મેં સેક્સ કરને દેતી હું" અને બીજા લખાણ માં "મેં .... હું, કયા આપ મેરે સાથ સેક્સ કરોગે?....સમગ્ર બાબતની જાણ થતા જ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે (Ahmedabad Police) આ મામલે તપાસ શરૂ કરી છે.
મૂળ જૂનાગઢની અને હાલ નવરંગપુરામાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી 28 વર્ષીય યુવતીએ જૂનાગઢથી પી.જી.ડી.સી.એનો કોર્સ કર્યો છે અને રાજકોટથી જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2019થી તે અમદાવાદમાં રહે છે અને એક કંપનીમાં નોકરી કરે છે. તેનું પોતાનું એક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ છે. ગત 3 જાન્યુઆરીનાં રોજ યુવતીને તેની ફ્રેન્ડનો ફોન આવ્યો હતો જેણે જણાવ્યું કે તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં બે સ્ટોરી અપલોડ થઈ છે અને તેમાં ખરાબ લખાણ લખ્યું છે. તેવામાં જ યુવતીની માસીની દીકરીનો પણ ફોન આવ્યો અને બીભત્સ લખાણ લખેલી સ્ટોરી તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં અપલોડ થઈ હોવાનું જણાવ્યું હતું.
આ બને સ્ટોરીમાં "મેં .... હું, મેં ફ્રી મેં સેક્સ કરને દેતી હું" અને બીજા લખાણ માં "મેં .... હું, કયા આપ મેરે સાથ સેક્સ કરોગે? એમ લખેલું હતું. યુવતીએ કોઈને આઈડી પાસવર્ડ શેર ન કર્યો હોવા છતાંય તેની સાથે આ ઘટના બની હતી. આ સિવાય શખ્શે યુવતીનાં ID પરથી બે મિત્રોને બીભત્સ મેસેજો પણ કર્યા હતા. જેથી યુવતીએ આ અંગેની જાણ થયા બાદ સાયબર ક્રાઇમનો સંપર્ક સાધતા સાયબર ક્રાઇમની ટીમે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આ મામલે હજુ સુધી કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી જોકે તપાસ ચાલુ છે અને સાયબર ક્રાઇમનું કહેવું છે કે, આરોપી ટૂંક સમયમાં જ પકડાઇ જશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર