Home /News /madhya-gujarat /

અમદાવાદઃ લવ સેક્સ ઔર ધોખા! બે સંતાનના પિતાએ સગીર પ્રેમિકાની દુષ્કર્મ આચર્યા બાદ કરી નાખી હત્યા

અમદાવાદઃ લવ સેક્સ ઔર ધોખા! બે સંતાનના પિતાએ સગીર પ્રેમિકાની દુષ્કર્મ આચર્યા બાદ કરી નાખી હત્યા

હત્યારા આરોપીની તસવીર

Ahmedabad news: સગીરાની સગાઇ નક્કી થઈ હોવાથી બંને એ ભાગી જવાનું નક્કી કર્યું હતું. પરંતુ દિલીપ પરણિત અને બે બાળકોનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે અથવા તેની સાથે રહી શકે તે શક્ય ન હોવાથી.

અમદાવાદ: પ્રેમ સંબંધમાં (love affair) સગીરાનું અપહરણ (minor girl kidnapping) કરી બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા (minor girl murder) નિપજાવનાર આરોપીની રખિયાલ પોલીસે (Rakhiyal police station) ધરપકડ કરી છે. 22 તારીખના રોજ સગીરાનું અપહરણ કરી અલગ-અલગ વિસ્તારમાં ફેરવ્યા બાદ હત્યા નિપજાવી લાશને અવાવરુ જગ્યાએ નાખ્યા બાદ આરોપી ફરાર થયો હતો. જેને ઝડપી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. રખિયાલ પોલીસે લવ સેક્સ ઔર ધોખા (love sex aur dhokha) જેવી કહાની પરથી પરદો ઉચકી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

અમદાવાદ શહેરની રખિયાલ પોલીસે દિલીપ ઉર્ફે બોબો ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી  મૂળ દસ્ક્રોઇના હુકા ગામનો વતની છે. પોલીસે દિલીપ ની ધરપકડ અપહરણ, બળાત્કાર, હત્યા, પુરાવાનો નાશ કરવો જેવી અલગ-અલગ ગંભીર ગુનામાં કરી છે.

જોકે આરોપી વિરુદ્ધ વધુ પુરાવા મળ્યા બાદ પોલીસ અન્ય કલમોનો પણ ઉમેરો કરશે. આરોપીએ કાવતરું રચી પોતાની સગીર પ્રેમિકાનું અપહરણ કરી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ આલિદરનાઅઢી માસના વિવાનને દુર્લભ બીમારી, રૂ.16 કરોડના ઇન્જેક્શનની જરૂર, માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

આરોપી દિલીપે આચરેલા ગુના પાછળની હકીકત પર નજર કરીએ તો દિલીપ અને તેની પ્રેમિકા છેલ્લા ઘણા સમયથી એકબીજાથી પરિચયમાં હતા.જોકે સગીરાની સગાઇ નક્કી થઈ હોવાથી બંને એ ભાગી જવાનું નક્કી કર્યું હતું. પરંતુ દિલીપ પરણિત અને બે બાળકોનો પિતા હોવાથી સગીરા સાથે લગ્ન કરી શકે અથવા તેની સાથે રહી શકે તે શક્ય ન હોવાથી.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

તેની હત્યા નીપજાવી હતી. જે હત્યા માટે પહેલેથી જ જંતુનાશક દવા ખરીદી પોતાની સાથે લઈ ગયો હતો. અને તારીખ 23 જૂનના રોજ સગીરાનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા નિપજાવી ફરાર થયો હતો. જોકે પોલીસ તપાસનો રેલો આરોપીના ઘર સુધી પહોંચ્યો અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.



અપહરણ, બળાત્કાર જેવા ગંભીર ગુનામા આરોપીની ધરપકડ કરવામા આવી છે. જોકે વધુ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા બાદ પોલીસ વધુ કલમો નો ઉમેરો કરી શકે છે. જોકે આરોપી ની કબુલાતમા તમામ બનાવની હકીકત સામે આવી છે. તેમ છતા વધુ પુરાવાના આધારે આરોપી વિરુદ્ધ કડક પગલા લેવાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ગુનો, બળાત્કાર, હત્યા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन