અમદાવાદ : અડધી રાત્રે બંગલાનો મુખ્ય દરવાજો ખોલી જાતીય સતામણી (Sexual harassment)કરવાના હેતુથી ઘરમાં પ્રવેશ કરીને અપશબ્દો બોલવા યુવકને ભારે પડ્યું છે. મહિલા અને તેમના પતિ જાગી જતાં પીછો કરીને આરોપીને ઝડપી લીધો છે. જોકે તેણે અગાઉ પણ આ જ બંગલામાં ઘુસીને મહિલાને અપશબ્દો બોલ્યા હોવાનુ જાણવા મળ્યું છે.
વાસણા વિસ્તારમાં (Vasana)રહેતા એક મહિલાએ વાસણા પોલીસ સ્ટેશનમાં (Police station)પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે મોડી રાત્રે તે અને તેના પતિ ઘરે હાજર હતા. તે દરમિયાન રાત્રિના એક વાગ્યાની આસપાસ ઘરનો દરવાજો કોઈ ખોલી રહ્યો હોય તેવો અવાજ આવતા મહિલા અને તેના પતિ ગેલેરીમાં આવ્યા હતા. અહીંથી તેમણે જોયું તો એક ઈસમ જાતીય સતામણી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસી આવ્યો હતો અને લાજ લેવાના ઇરાદે અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી મહિલાએ અને તેના પતિએ તેને ઊભો રહેવા માટેનું કહેતા અને બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
જોકે મહિલા અને તેમના પતિએ તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક આવી પહોંચી હતી. આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેનું નામ સંજય બારૈયા છે અને તે વેજલપુરનો રહેવાસી છે. આ જ આરોપીએ જુલાઈ મહિનામાં પણ મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ફરિયાદીના બંગલાના કમ્પાઉન્ડની જાળી માંથી ડોકીયાં કરીને અપશબ્દો બોલ્યા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે એ સમયે ફરિયાદીએ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પેટીએમથી પેમેન્ટ કરવાનો ડોળ કરવાનો અને બાદમાં બેન્ક માંથી આવતા મેસેજ જેવો મેસેજ કરવાનો, આવું શક્ય છે ખરું? આમ તો આવું શક્ય નથી પણ એવા બે આરોપીઓ છે જેઓએ આ અશક્ય કામને શક્ય બનાવી વેપારીઓને છેતર્યા. લોકો સાથે ઠગાઈ કરતા ભેજાબાજ ઠગની ઝોન-2 એલસીબી દ્વારા ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનનાં વેપારીઓને ડીજીટલ ટ્રાન્જેક્શનના ખોટા મેસેજો આપીને કરિયાણાની ચીજ વસ્તુઓ ખરીદી કરતા હતા.