અમદાવાદ : જો તમારા પગે પડીને કોઈ અજાણ્યો માણસ માફી માંગવા આવે તો ચેતજો, ચેતવણીરૂપ કિસ્સો


Updated: August 15, 2020, 8:55 AM IST
અમદાવાદ : જો તમારા પગે પડીને કોઈ અજાણ્યો માણસ માફી માંગવા આવે તો ચેતજો, ચેતવણીરૂપ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

મારા છોકરા ને કેમ માર્યો, મારા છોકરા ને ઉંચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો આવા અલગ અલગ બહાના બતાવી ને જો કોઈ તમારા પગે પડી કગરીને માફી માંગવા નો પ્રયાસ કરે તો ચેતી જજો,

  • Share this:
અમદાવાદ - મારા છોકરા ને કેમ માર્યો, મારા છોકરા ને ઉંચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો આવા અલગ અલગ બહાના બતાવી ને જો કોઈ તમારા પગે પડી કગરીને માફી માંગવા નો પ્રયાસ કરે તો ચેતી જજો, ક્યાંક આ ગઠીયા ના ઠોંગ તમને ભારે પડી શકે છે. આ ગઠીયા એ શહેર ના પૂર્વ વિસ્તાર માં આતંક મચાવ્યો છે. શહેર ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.

શ્રીરામ ચોક પાસે રહેતા પ્રદીપભાઈ સૈજવાણીએ પોલીસ ફરિયાદ આપી છે કે આજે વહેલી સવારે તેઓ તેમના પિતા ના ઘરે ગયા હતા અને ત્યાંથી રૂપિયા 60 હજાર રોકડા લઈ ને ભવાની ચોક તરફ ના રસ્તા પર જઈ રહ્યા હતા. ત્યારે એક એક્સેસ ચાલક તેમની નજીક માં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારા છોકરા ને ઉંચકી ને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો.

આ પણ વાંચો :   અમદાવાદ : રિસાયેલી પત્નીએ વાત ન કરતા પતિએ પિયરમાં જ ગળું કાપી જાહેરમાં હત્યા કરી નાખી

જો કે ફરિયાદી એ આ ગઠીયા ને કહેલ કે મારે એક કિડની નથી હું વજન વળી વસ્તુ ઉંચકી શકતો નથી. તો તમારા છોકરા ને મે જોઈ જગ્યા એ મારે કે ઉંચકી ને નાંખી  દેવાનો પ્રયાસ કરેલ નથી. છતાં આ ગઠીયા માન્યો ના હતી અને ફરિયદી ની માંફી માંગવા લાગ્યો હતો . જો કે ફરિયાદી એ કહેલ કે હું તારા છોકરા ને ઓલખતો નથી. જેથી આ ગઠીયા એ કહેલ કે તમે અહી ઊભા રહો હું મારા છોકરા ને લઈ ને આવું છું.

આ પણ વાંચો :  Independence Day 2020 Live Updates: Independence Day 2020 Live: 'આત્મનિર્ભર ભારત' દેશવાસીઓ માટે મંત્ર બન્યો : પીએમ મોદી


આમ કહી ને આ ગઠિયો ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જો કે ફરિયાદી ને શંકા હતા તેમને ખિસ્સા માં રહેલ રૂપિયા 60 હજાર છે કે નહિ તે અંગે તપાસ કરતા આ ગઠીયા એ રૂપિયા સેરવી લઈ પલાયન થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: August 15, 2020, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading