અમદાવાદ : 21 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીઓ ફ્લાઇટમાં ચોરી કરવા આવતા હતા

News18 Gujarati
Updated: November 29, 2019, 3:45 PM IST
અમદાવાદ : 21 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીઓ ફ્લાઇટમાં ચોરી કરવા આવતા હતા
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી.

આરોપીઓ સવારે રેકી કરતા અને રાત્રે ચોરી કરતા હતા, અન્ય રાજ્યોમાં બંને આરોપીઓ સામે અનેક ગુના નોંધાયા છે.

  • Share this:
અમદાવાદઃ કાલુપુર ચોખા બજારમાં એક સાથે 21 દુકાનોમાં થયેલી ચોરીનો ભેદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં હાકામ કઠાત અને શિવા રેડ્ડી નામના બે રીઢા ચોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી લોખંડનું ખાતરીયું અને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ રિકવર કરાયો છે. નવાઇની વાત એ છે કે આરોપીઓ ફ્લાઇટમાં આવતા હતા અને રેકી કર્યા બાદ હોટલમાં રોકાતા હતા. જે બાદમાં ચોરી કરી ફ્લાઇટમાં જતા રહેતા હતા.

દિવાળીના દિવસોમાં કાલુપુર ચોખા બજારમાં એક સાથે જ 21થી વધુ દુકાનોમાં લાખો રૂપિયાની ચોરી થઇ હતી. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ક્રાઇમ બ્રાંચે પણ તપાસ કરી તો સીસીટીવી ફૂટેજના આધારે ટીમ બે લોકો સુધી પહોંચી હતી. આ મામલે પોલીસે કોલકાત્તાના બંને હાકામ કાઠાત અને શિવા રેડ્ડીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ ખૂબ જ ચતૂર દિમાગના છે. તેઓ ચોરી કરવા માટે એક શહેરથી બીજા શહેરમાં હવાઈ માર્ગે જતા હતા.

આ પણ વાંચો : દાહોદ : સંજેલીમાં નિંદર માણી રહેલા પતિ-પત્ની અને 4 સંતાનોની ક્રૂર હત્યા

બંને મોટાભાગે શહેરના મોટા બજારોની દુકાનોને જ ટાર્ગેટ કરીને ચોરી કરતા હતા. આરોપીઓ દિવસે રેકી કર્યા બાદ રાતે હાકામ અને શિવા લોખંડનું ખાતરીયા વડે દુકાનોનાં તાળા તોડીને દુકાનમાંથી ચોરી કરીને નાસી જતા હતા. અમદાવાદ ના કાલુપુર ચોખા બજારમાં પણ બંને જણા આ જ મોડસ ઓપરેન્ડી અપનાવીને એક સાથે 21 જેટલી દુકાનોના તાળા તોડીને ચોરી કરી હતી. પાંચ કલાકથી પણ વધારે સમય સુધી બંને જણાએ દુકાનોમાં ચોરી કરી હોવાનું એસીપી બી.વી.ગોહિલે જણાવ્યું હતું.

આ પણ વાંચો :  પાટણ : ડમ્પરની ટક્કરથી બાઇક ફંગોળાયું, માતાની નજર સામે જ બાળકે દમ તોડ્યો

આરોપી હાકામ અને શિવા તેલગાણામાં પાંચ, મહારાષ્ટ્રમાં બે, આંધ્ર પ્રદેશમાં એક તેમજ આસામમાં એક એમ કુલ 9 જેટલી ચોરીને અંજામ આપી ચૂક્યા છે. જ્યારે તેમના વિરુદ્ધમાં તેલગાણા અને મહારાષ્ટ્રમાં કુલ 8 જેટલી પોલીસ ફરિયાદ થયેલી છે. ચોરીના ગુનામાં અન્ય કોઈ લોકોએ તેનો સાથ આપ્યો હતો કે નહીં તે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ શહેરમાં દિવાળી સમયે અન્ય જગ્યાઓએ પણ ચોરી થઇ હતી. આ ચોરીમાં આ બંને આરોપીઓનો હાથ છે કે કેમ તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો :  બિન-સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપથી ખળભળાટ, કૉંગ્રેસે CCTV ફૂટેજ જાહેર કર્યાં
First published: November 29, 2019, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading