2008 સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ તૌકિરને અમદાવાદ લવાયો

News18 Gujarati
Updated: March 3, 2018, 9:20 AM IST
2008 સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ તૌકિરને અમદાવાદ લવાયો
જાન્યુઆરીમાં થઈ હતી ધરપકડ

ભારતમાં 'બિન લાદેનનું' બિરૂદ પામેલો અબ્દુલ સુભાન કુરૈશી વેશ પલટો કરવામાં એક્સપર્ટ હતો.

  • Share this:
વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના માસ્ટર માઇન્ટ અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે તૌકિરને અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દિલ્હીથી સ્પેશ્યિલ સેલની કસ્ટડીમાંથી તેનો કબજો લીધો છે. ક્રાઇમ બ્રાંચે દાણીલીમડા બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચ હવે તેની પૂછપરછ કરશે.

જાન્યુઆરીમાં થઈ હતી ધરપકડ

જાન્યુઆરીમાં દિલ્હી પોલીસે વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અબ્દુલ સુભાન કુરૈશીની ધરપકડ કરી હતી. અબ્દુલ કુરૈશી ઇન્ડિયન મુજાહિદ્દીન અને સીમીનો કાર્યકર હતો. અબ્દુલ સુભાન કુરૈશી તૌકીરના નામે જાણીતો હતો. નોંધનીય છે કે અમદાવાદમાં થયેલા શ્રેણિબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત થયા હતા તેમજ 200 લોકો ઘાયલ થયા હતા.

તૌકિર ભારતનો બીન-લાદેન

અબ્દુલ સુભાન કુરૈશી ઉર્ફે તૌકીર ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે. તૌકીર બોમ્બ બનાવવામાં એક્સપર્ટ છે. તૌકીરને ભારતનો બીન-લાદેન કહેવામાં આવે છે. તૌકીર સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) અને ઇન્ડિયાન મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. 11 જુલાઈ, 2006ના રોજ મુંબઈમાં ટ્રેન બ્લાસ્ટમાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. NIAની યાદીમાં તેનું નામ મોસ્ટ વોન્ટેડ આતંકી તરીકે પ્રથમ ક્રમ હતું.

21 બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું અમાદવાદ26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદ 21 બોમ્બ બ્લાસ્ટ્સથી ધણધણી ઉઠ્યું હતું. બ્લાસ્ટમાં 56 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શ્રેણિબદ્ધ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે અબ્દુલ સુભાન કુરૈશીના નામની જાહેરાત કરી હતી. એક ટીવી ચેનલને યુએસના વાઈફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને મોકલવામાં આવેલા ઇમેલમાં એક જૂથે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

વેશપલટો કરવામાં એક્સપર્ટ

ભારતમાં 'બિન લાદેનનું' બિરૂદ પામેલો અબ્દુલ સુભાન કુરૈશી વેશ પલટો કરવામાં એક્સપર્ટ હતો. આ જ કારણે તે અનેક પ્રસંગે પોલીસની પકડમાંથી છટકી ગયો હતો.
First published: March 3, 2018, 9:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading