હવે તો હદ થઈ ગઈ! અમદાવાદઃ ઓક્સિજન બોટલની કાળા બજારી, રૂ.15થી 30 હજારમાં વેચતા ત્રણ ઝડપાયા

હવે તો હદ થઈ ગઈ! અમદાવાદઃ ઓક્સિજન બોટલની કાળા બજારી, રૂ.15થી 30 હજારમાં વેચતા ત્રણ ઝડપાયા
પકડાયેલા આરોપીઓની તસવીર

આ આરોપીઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનના માલિક મુખ્ય આરોપી જૈદ જુનાની અને તેના પિતા અસલમ જુનાની શોધખોળ શરુ કરી છે.

  • Share this:
અમદાવાદઃ કોરોના વાયરસમાં (coronavirus) સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી (black market) સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત (oxygen crisis) સર્જાતા પ્રાણવાયુની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે (crime branch) આવા જ 3 આરોપીની ધરપકડ કરી છે. જે ઉંચી કિંમતે ઓક્સિજન સિલિન્ડરનું  વેચાણ કરતા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા આરોપીના નામ ઉવેશ મેમણ, તૌફીક અહેમદ શેખ અને મોહમદ અશરફ શેખ છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા.પરંતુ તે ગોડાઉનના માલિક દ્વારા કોરોના સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા તેનું વેચાણ શરુ કરવાની સુચના આપી હતી. અને આશરે 250 જેટલા સિલિન્ડર આપ્યા હતા. આ આરોપી ઓ 15 હજાર અને 30 હજારના ભાવે ઓક્સિજન સિલિન્ડર વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાંચે 39 સિલિન્ડર સાથે તમામની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ-ગોધરાઃ હાથમાં લગ્નની મહેંદી સજે એ પહેલા જ યુવતીની હત્યા, ગુરુવારે લખાયા હતા લગ્ન, ખુશી મામતમાં ફેરવાઈ

આ પણ વાંચોઃ-દેવભૂમિ દ્વારકાઃ આડા સંબંધોનો કરુણ અંજામ! માતા સાથે સંબંધ રાખનાર છગન દેવા વરુની ધારિયા વડે હત્યા

ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનુ વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ગંભીર બેદરકારી! હોસ્પિટલે કોરોના દર્દીનો મૃતદેહ પરિવારને આપ્યો, ઘરે લઈ જઈ કરાઈ અંતિમ વિધિ

આ પણ વાંચોઃ-નશાની હાલતમાં કપલ સેક્સ માણવામાં હતું તલ્લીન, પતિની એક 'ભુલ'થી પત્નીનું થયું મોત

ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા છે. ઉપરાંત આ ગુનાના મુખ્ય આરોપી જૈદ જુનાની અને તેના પિતા અસલમ જુનાનીની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, મહામારીના સમયે પણ લોકો આફતને આવકમાં બદલી રહ્યાં છે.સાથે સાથે કોરોના દર્દી માટે પ્રાણ રૂપી વાયુની કાળાબજારી ન થાય અને આવા લે ભાગુ લોકોને અટકાવી શકાય તે માટે રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે acp ડીપી ચુડાસમા નું કેહવું છે કે આવા કોઈ પણ વ્યક્તિ ને છોડવામાં આવશે નહીં.
Published by:ankit patel
First published:May 08, 2021, 16:08 pm

ટૉપ ન્યૂઝ