અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે 50 કરોડથી વધુની લૂંટ થતા અટકાવી, હથિયાર સાથે 5 ઝડપાયા, કર્મચારી નીકળ્યો 'જયચંદ'


Updated: July 18, 2020, 7:36 AM IST
અમદાવાદ :  ક્રાઇમ બ્રાન્ચે 50 કરોડથી વધુની લૂંટ થતા અટકાવી, હથિયાર સાથે 5 ઝડપાયા, કર્મચારી નીકળ્યો 'જયચંદ'
પ્રતિકાત્મક તસવીર

વાપીના કનસ્ટ્ર્કશનના વેપારીની ઓફિસમાં 50 કરોડની રકમ હોવાની ટીપ કર્મચારીએ આપતા લૂંટનો આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચે પાંચ લોકોને હથિયાર અને ગાડી સાથે અગોરા મોલ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓએ વાપી ના અલ્તાફ મન્સૂરી પાસેથી ટીપ મેળવી હતી. ત્યાંના નામચીન અને કન્સ્ટ્રકશન ના વેપાર સાથે સંકળાયેલા વેપારીનું અપહરણ કરી 50 કરોડ થી વધુ રકમ લૂંટી અને ખંડણી માંગવા નું આયોજન આરોપીઓનું હતું. જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી લૂંટ, અપહરણ અને ખંડણી નો ગુનો બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો બે કાર ભરીને જઈ રહ્યા છે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ને અજામ આપવાની ફિરાકમાં છે. તેમાંય સરખેજ નો આરીફ શેખ આ ગુનાને અંજામ આપવા લીડ કરી કોઈ પ્લાનિંગ કરી રહ્યો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટિમ તાત્કાલિક રિંગ રોડ પર આગોરા મોલની પાસે આવેલા ગરનાળા તરફ પહોંચી હતી. ત્યાં જઈને બાતમી આધારે બે ગાડીઓ પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા, 24 કલાકમાં 17 દર્દીઓના મોત

આ ગાડીઓમાંથી પોલીસે સરખેજના આરીફ શેખ, ગોળલિમડાના મહોમદ જાવેદ બાંધણી વાલા, સાબરમતી છારા નગરના રાજેશ ઉર્ફે રાજુ રાઠોડ અને વિક્કી જાડેજા, દાણીલીમડા ના ફેઝાન ઉર્ફે મોલાના મેમણની અટકાયત કરી હતી. આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી તેઓની તપાસ કરતા તેઓ પાસેથી એક પીસ્ટલ, પાંચ જીવતા કારતુસ, છરા, ટોલટેક્સની પહોંચ અને બે ગાડી મળી 3.24 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ Corona અસર : શહેરમાં વધુ 10 વિસ્તારનો માઈક્રો કન્ટેઈમેન્ટમાં સમાવેશ, જાણો - કયા-કયાઆરોપીઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી કે વાપીના  મોહમદ અલતાફ મન્સૂરી એ એક ટીપ આપી હતી. તમામ લોકોએ પૈસાની લાલચમાં આ ટીપ મેળવી હતી. અલ્તાફ એ ટીપ આપી હતી કે વાપીના સઈદ ભાઈ શેખ કે જે કન્સ્ટ્રકશન નું કામ કરે છે તેમની ઓફિસમાં 50 કરોડની રકમ છે અને તેનાથી વધુ પણ રકમ હાલ પડેલી હોવાથી તેની લૂંટ કરી સઈદ ભાઈનું અપહરણ કરી મોટી ખંડણી મંગવાનું નક્કી કર્યું હતું. આ માટે આરોપીઓને વોટ્સએપ પર ફોટો એડ્રેસ પણ મોકલી આપ્યા હતા. આરોપીઓ ત્યાં જઈને ઘર અને ઓફિસની રેકી કરે તે પહેલા જ ઝડપાઇ જતા મોટો બનાવ બનતા અટક્યો હતો.
Published by: Jay Mishra
First published: July 18, 2020, 7:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading