અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટના પાંચેય આરોપીઓ ઝડપાયા, જ્યોત્સનાબહેનના દાગીના પણ મળ્યા

અમદાવાદના વૃદ્ધ દંપતીની હત્યા અને લૂંટના પાંચેય આરોપીઓ ઝડપાયા, જ્યોત્સનાબહેનના દાગીના પણ મળ્યા
વૃદ્ધ દંપતીની ફાઇલ તસવીર

પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા.

  • Share this:
    અમદાવાદના (Ahmedabad) બહુચર્ચિત વૃદ્ધ દંપતીની હત્યા (couple murder) અને લૂંટના (loot) પાંચેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ભીંડમાંથી બે, ગ્વાલિયરમાંથી બે અને એક આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરી લીધી છે. હત્યા અને લૂંટ કર્યા બાદ આ આરોપીઓ તેમના વતન ભાગી આવ્યા હતા. આજે એટલે મંગળવાર સુધીમાં આ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.  દંપતીના ઘરે આવેલો ફર્નિચરવાળો માસ્ટર માઈન્ડ નીકળ્યો. મહત્ત્વનું છે કે, પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. આ સાથે 70થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે. જેમાં ચારેય લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું સામે આવ્યું હતુ. નોંધનીય છે કે, આ દંપતીના ઘરે ફર્નિચરનું કામ ચાલુ હતું.

    હત્યામાં વપરાયેલા ચપ્પુ પણ મળી આવ્યા



    અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીને શોધી નાંખ્યા હતા. પોલીસે લૂંટનાં પૈસા તેમ જ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતા ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે.આ દંપતીના ઘરે જે રંગકામ માટે આવ્યો હતો તે માણસે આ ચારેય આરોપીઓને ચોરીની ટીપ આપી હતી. તેણે કહ્યું હતું કે, તેમનો છોકરો દુબઇ રહે છે એટલે એમના ઘરમાં રૂપિયા મળશે. આ ટીપ આપનારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.

    ગુજરાતીઓ ગરમી માટે થઇ જાવ તૈયાર, હવામાન વિભાગે કરી છે મોટી આગાહી

    સીસીટીવી જોઇને તપાસ આગળ વધારાઇ હતી

    હત્યા-લૂંટ કેસમાં ચાર આરોપી ઓળખાયા ગયા હતા. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ 200થી વધુ સીસીટીવી તપાસ્યા પછી બે બાઈક ઉપર ચાર આરોપી ચાણક્યપુરી તરફ ભાગ્યા હોવાનું જણાયા મળ્યું હતુ. બાઈકના નંબર, આરોપીની ઓળખ થાય તેવા ફોટોગ્રાફ મળતાં પોલીસ તપાસ અંતિમ તબક્કામાં હોય તેવું જાણવા મળ્યું હતુ. ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા છે, પરંતુ પોલીસે તેમનો ટ્રેક શોધી કાઢયો હતો.જે બાદ પોલીસે તેમને મધ્યપ્રદેશના ગિઝોરા ગામમાંથી દબોચી લીધા છે.

    દંપતી 15 વર્ષથી આ ઘરમાં રહેતા હતા

    68 વર્ષીય અશોકભાઈ કરસનભાઈ પટેલ તથા તેમના પત્ની જ્યોત્સનાબહેન હેબતપુર થલતેજ રોડ પર આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝના બંગલા નં-2માં 15 વર્ષથી રહે છે. તેમનો પુત્ર હેતાર્થ થોડા વર્ષોથી પરિવાર સાથે દુબઈમાં રહે છે અને પુત્રી મેઘા પતિ સંજયભાઈ પટેલ સાથે પ્રગતિનગરના સિંદુર સ્પેસમાં રહે છે. સંજયભાઈના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 8.45ના સુમારે તેમના સસરા અશોકભાઈની પાડોશમાં રહેતા મનિષાબહેને તેમની પત્ની મેઘાને ફોન કરી તમારા મમ્મી-પપ્પાનું મર્ડર થયું છે તમે તાત્કાલિક આવી જાવ તેમ જણાવ્યું હતું. જેથી સંજયભાઈ, પત્ની મેઘાબહેન તથા પુત્ર ત્યાં પહોંચ્યા હતા.

    મહિલાઓ સહિત 31 લોકો કોલ સેન્ટર ચલાવતા હતા, મગજ ચકરાવે તેવી છે મોડસ ઓપરેન્ડી

    સિક્યુરિટી ગાર્ડે ચારેયને ભાગતા જોયા હતા

    પ્રાપ્ત વિગતો પરથી હત્યાના દિવસની ઘટના જોઇએ તો, શુક્રવારે સવારે 8:05 મિનિટે પાડોશીઓએ અશોકભાઈને તેમનું એક્ટિવા સાફ કરતા જોયા હતાં. ત્યારબાદ આશરે 8.30ની આસપાસ સિક્યુરિટી ગાર્ડે અશોકભાઈના ઘરમાંથી ચાર અજાણ્યા શખ્સોને નીકળી ભાગતા જોયા હતા. જેથી તેણે પાડોશી મનિષાબહેનને જાણ કરી હતી. ત્યારબાદ ગાર્ડ તથા મનિષાબહેને બૂમો પાડવા છતાં મકાનમાંથી કોઈ બહાર ન આવતાં તેમણે ઘરમાં જઈ જોતા અશોકભાઈનો લોહીમાં લથબથ મૃતદેહ બેડરૂમમાં પડેલો હતો જ્યારે જ્યોત્સનાબહેનનો મૃતદેહ સીડીના પેસેજમાં પડ્યો હતો. જ્યારે ઉપરના રૂમના કબાટો ખુલ્લા હતાં. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.



    તપાસ કરતાં જ્યોત્સનાબહેને હાથમાં પહેરેલી 1,50,000ની બે બંગડી, 30 હજારની બે વીંટી, 10 હજારના બે ફોન તથા ફર્નિચરનું કામ ચાલતું હોવાથી ઘરમાં રાખેલી રોકડ 50,000 મળી કુલ 2,45,000ની મત્તાની લૂંટ થવાની ફરિયાદ છે.
    Published by:Kaushal Pancholi
    First published:March 09, 2021, 07:04 am

    ટૉપ ન્યૂઝ