Home /News /madhya-gujarat /અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે ઝડપી માથાનો દુખાવો બનેલી ચોર ટોળકી, 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે ઝડપી માથાનો દુખાવો બનેલી ચોર ટોળકી, 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલી ગેંગ

અમદાવાદની આ ગેંગ ઈકો કારને બનાવતા હતા ટાર્ગેટ, જાણો કઈ ચીજની કરતા હતા ચોરી અને તેને ક્યાં વેચી મારતા હતા આ તસ્કરો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad crime Branch) ફરી એક વખત ઇકો કારના સાયલેન્સરની (silencer theft Gang) ચોરી કરતી ગેંગ ની ધરપકડ કરી છે. જોકે આ ગેંગ ECO કારના સાઇલેન્સર માં આવતી માટીની ચોરી કરવા માટે ક્યારેક સાઇલેન્સર તો ચોરી કરતા પરંતુ નવી ક્યારેક નવી મોડસ ઓપરેન્ડી પણ અપનાવતા હતા.અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા કેટલાક સમય થી ઇકો કાર ના સાયલેન્સરની ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો છે. આ ગેંગ પોલીસ માટે માથા નો દુ:ખાવો બની ગઈ છે. જોકે પોલીસે અગાઉ આવી ગેંગની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પરંતુ આવી ગેંગનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક ગેંગ રોજબરોજ બનાવોને અંજામ આપી રહી છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આવી ગેંગનાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી અનેક ગુના નો ભેદ ઉકેલી કાઢયો છે.

ક્રાઇમ બ્રાન્ચ એ મૂળ ઉત્તર પ્રદેશ ના શાબિર ચૌહાણ, દાણીલીમડાના દાનીસ ખાન પઠાણ અને સાણંદના સરફરાજ શેખની ધરપકડ કરી છે. આરોપીઓ અમદાવાદ શહેર ના મુખ્ય રસ્તા ઉપર ઉભી રહેતી ઇકો કાર ભાડે કરીને ફેમિલીને લઈ જવાના બહાને દાનિશ ખાન પઠાણ ના ઘરે લઈ જતા હતા.

આ પણ વાંચો : વાંકાનેર : અજાણ્યા યુવકની કરપીણ હત્યા, PSIએ કહ્યું, 'મૃતકને ઓળખતા હોવ તો પોલીસને જાણ કરો'

જ્યાં તેઓ ડ્રાઈવરને ચા-નાસ્તો કરવાના બહાને બહાર લઈ જઈ ઇકો કારનું સાઇલેન્સર ખોલી તેમાંથી માટી ચોરી કરીને સાઇલેન્સર ફરી ફીટ કરી દેતા હતા અને બહાર જવાનું કેન્સલ થયું છે તેમ કહીને ડ્રાઈવરને થોડા ઘણા રૂપિયા આપીને પરત મોકલી દેતા હતા. એટલું જ નહીં ક્યારેક ગોડાઉન કે સોસાયટી માં પાર્ક કરેલ ઇકો કારનું સાયલેન્સર કાઢી ને પણ ચોરી કરી લેતા હતા.

આ પણ વાંચો : સુરત : પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી મૃતદેહ દાટી દીધો, પોલીસે ઉકેલી મર્ડર મિસ્ટ્રી

આરોપી ઓ ઇકો કારનાં સાયલેન્સરમાંથી ચોરી કરેલ માટી દિલ્હીમાં ઊંચા ભાવે વહેંચતા હતા. હાલ માં પોલીસ એ આ ગેંગની ધરપકડ કરીને લગભગ 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. અને વધુ તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Ahmedabad police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો