Home /News /madhya-gujarat /

અમદાવાદ : દુશ્મનમાંથી મિત્ર બનેલા મુન્નાભાઈએ બર્થડેમાં હથિયાર ગિફ્ટ આપ્યું, રોલો મારવા હોટલમાં આવ્યોને ઝડપાયો

અમદાવાદ : દુશ્મનમાંથી મિત્ર બનેલા મુન્નાભાઈએ બર્થડેમાં હથિયાર ગિફ્ટ આપ્યું, રોલો મારવા હોટલમાં આવ્યોને ઝડપાયો

અમદાવાદમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક વ્યક્તિ ઝડપાયો

અમદાવાદ (Ahmedabad) શહેરના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો (judges bunglow) રોડ ઉપર આવેલી આલિશાન હોટલમાં એક વ્યક્તિ આવેલો છે. જેની પાસે પિસ્ટલ અને કાર્ટીસ છે જે ગેરકાયદેસર (Illegal weapon) હોવાનું જણાઈ આવે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) એક ટીમ હોટલ ઉપર પહોંચી ધરપકડ કરી લીધી

વધુ જુઓ ...
અમદાવાદ (Ahmedabad) : શહેર ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) જાણીતી હોટલમાંથી એક આરોપીને હથિયાર (illegal weapon) તથા મરસિડિસ કાર સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તેને એક વ્યક્તિ સાથે બબાલ થઈ હતી, જેની સાથે બાદમાં મિત્રતા થઈ ગઈ હતી. તેને હથિયાર રાખવાનો શોખ હોવાથી આ મિત્રએ તેને હથિયાર બર્થડે ગિફ્ટમાં આપ્યું હતું. જે લઈ એક ગુનામાં તેનું નામ આવતા નાસતો ફરતો હતો. પણ બાતમી મળતા જ પોલિસે તેને ઉઠાવી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એક બાતમી મળી હતી કે, શહેરના પોશ વિસ્તાર એવા જજીસ બંગલો રોડ ઉપર આવેલી આલિશાન હોટલમાં એક વ્યક્તિ આવેલો છે. જેની પાસે પિસ્ટલ અને કાર્ટીસ છે જે ગેરકાયદેસર હોવાનું જણાઈ આવે છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ હોટલ ઉપર પહોંચી હતી, જ્યાં એક શખસ મરસીડીસ કાર તથા હથિયાર સાથે મળી આવ્યો હતો. બાદમાં આ શખ્સનું નામ અને વિગતો પૂછતા અનેક હકીકતો સામે આવી હતી. આરોપીનું નામ મેઘરાજ સિંહ ઉર્ફે બન્ના ગોહિલ હોવાનું સામે આવ્યું હતું. આરોપી મૂળ સાણંદ બાવળા રોડ ઉપર રહે છે અને પાણીની બોટલનો પ્લાન્ટ ધરાવી વેપાર કરે છે અને સાથે જમીન દલાલી પણ કરે છે.

આજથી ચારેક વર્ષ પહેલાં તેને સુરેન્દ્રનગર ખાતે મુન્ના નામના એક શખ્સ સાથે માથાકુટ થઇ હતી. જેને લઇને તે બંને વચ્ચે બાદમાં સમાધાન થયું હતું અને બે દુશ્મનો મિત્રો બન્યા હતા. ત્યાર બાદ આરોપીને હથિયાર રાખવાનો શોખ હોવાની વાત મુન્ના ભાઈને ખબર પડતાં આરોપીના બર્થ ડેના દિવસે મુન્નાભાઈએ પીસ્ટલ ગિફ્ટ કરી હતી. પરંતુ બાદમાં આરોપીનો મિત્ર આકાશ પટેલ સાણંદ જીઆઇડીસીમાં દારૂના કેસમાં પકડાયો હતો. જેમાં આરોપીનું નામ ખૂલતાં તે પોલીસથી બચવા નાસતો ફરતો હતો અને અલગ અલગ જગ્યા ઉપર સગા સંબંધી તથા મિત્રો પાસે જઈને રહેતો હતો.

આ પણ વાંચોઅમદાવાદ : ‘48 કલાકમાં રૂપિયા આપો નહીં તો જીવથી હાથ ધોવો પડશે’, કુખ્યાત ગેંગનો સાગરીત ઝડપાયો

પરંતુ ગઈકાલે આરોપી હોટલમાં તેના મિત્રોને મળવા આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મર્સિડીઝ કાર એક પીસ્ટલ બે કાર્તિસ તથા અલગ અલગ મોંઘાદાટ ફોન મળી ૨૬ લાખના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી છે. આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે પોલીસે પૂછપરછ કરતાં તેની સામે સાણંદ જીઆઇડીસીમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે. જ્યારે યુનિવર્સિટીમાં મારામારીનો ગુનો તથા વડોદરામાં દુષ્પ્રેરણાનો ગુનો અને સાણંદ જીઆઇડીસીમાં મારામારીના બે ગુના નોંધાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad latest news, Ahmedabad news, Weapon

આગામી સમાચાર