અમદાવાદ : મોસ્ટવોન્ટેડ ચોર હાકિમસિંહ ઉર્ફે કાલિયા ઝડપાયો, પ્લેન આવે અને જાય ત્યારે જ કરતો હતો ચોરી!


Updated: October 12, 2020, 10:29 PM IST
અમદાવાદ : મોસ્ટવોન્ટેડ ચોર હાકિમસિંહ ઉર્ફે કાલિયા ઝડપાયો, પ્લેન આવે અને જાય ત્યારે જ કરતો હતો ચોરી!
ક્રાઇમ બ્રાન્યે ઝડપી પાડેલો ખૂંખાર ચોર હાકિમસિંહ ઉર્ફે કાલિયા

શાતિર દિમાગના હાકિમસિંહે અત્યારસુધીમાં 60-70 ગુનાઓ આચર્યા છે. હાકિમસિંહની ગુનાખોરીના અભેદ કિલ્લાને તોડી પાડતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

  • Share this:
અમદાવાદમાં ખાસ કરી ને પૂર્વ વિસ્તારમાં (Ahmedabad East) ચોરીના (Theft) બનાવો વધી ગયા હતા અને જેને લઈ શહેર ના પોલીસ કમિશનર દ્વારા આવા આરોપીઓ ને પકડવા આદેશ આપવા માં આવ્યો હતો.જે ભાગ રૂપે શહેર ક્રાઈમ બ્રાન્ચના ACP ચુડાસમા દ્વારા ખાસ ટિમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને જેમાં એક આરોપીની 4 લાખનાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવા આવી છે. આરોપી હાકિમ સિંહ ઉર્ફે કાલિયા (Hakimsinh Alias Kaliya) જેના નામ અનેક છે અને ઘર પણ અનેક છે જે ચોરીની ઘટનાના અંજામ આપતો હતો. ક્રાઈમ બ્રાન્ચના પી આઈ એ.વાય બલોચની ટિમને માહિતી મળી હતી અને માહિતીના આધારે તેની ધરપકડ કરી લેવા માં આવી છે.

આરોપી હાકિમ સિંહ હાલ સુરતના અમરોલી માં રહે છે અને તેના સાગરીત મુકેશ વાહનો ચોરી કરી હાકિમને ફોન કરતો હતો અને હાકિમ અમદાવાદમાં રાત્રી ના સમય ચોરી કરી વાહનને બિનવારસી મૂકી ફરાર થઈ જતો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : રાજસ્થાનથી દારૂ ભરીને રાજ્યમાં ઘૂસાડવા માટે અપનાવ્યો હતો નવો આઇડિયા, 19.80 લાખનો માલ ઝબ્બે

મળતી માહિતી પ્રમાણે હાલ વાહન અને ઘર ફોડ ચોરી ના 9 ગુનાઓ ના ભેદ ઉકેલાયો છે. જેમાં ખાસ કરીને કૃષ્ણનગર,અમરાઈવાડી,ગોમતીપુર,વટવા,વટવા gidc,નરોડા અને શહેર કોટડાના ગુનાઓ ના ભેદ ઉકેલાઈ ગયા છે.પોલીસની તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ ની મોડસ ઓપરેન્ડી ખુબજ ચાલાકી વાળી હતી.કોઈ વાહન પસાર થાય અથવા કોઈ પ્લેન ટેક ઓફ અથવા લેન્ડ કરે તે સમય તેના આવાજની તક મેળવી ઘરનો દરવાજો તોડી દેતા હતા અને ત્યાર બાદ ઘરમાં ઘુસી ચોરી કરી દેતા હતા.

આ પણ વાંચો :  સુરત : વિનસ હૉસ્પિટલમાં મહિલાનું મોત, પ્રજ્ઞા ચક્ષુ દીકરીએ રડતા રડતા કહ્યું, 'ન્યાય આપો'

આરોપી હાકિમ સિંહ ની ઉમર હાલ 36 વર્ષની છે અને 22 વર્ષની ઉમરથી ચોરી કરે છે અને અત્યાર સુધી માં 60-70 ગુનાઓને અંજામ આપી ચુક્યો છે. આરોપી કેટલી વાર પોલીસ જાપ્તામાંથી પણ ફરાર થઈ ચૂક્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ ના ACP ડી.પી.ચુડાસમા નું કહેવું છે કે હાલ ફરાર આરોપી મુકેશની શોધખોળ હાથ ધરવા માં આવી છે અને તેની તપાસ માં અન્ય ભેદ ખુલશે. પોલીસે ઝડપેલા હાકિમના કારસ્તાને ગુનાની દુનિયાના એક અભેદ કિલ્લાને ભેદી પાડવામાં સફળતા મેળવી છે. ચોર જેટલા ચોરી કરવામાં શાતિર અને ઝડપી હોય છે એટલું જ તેમનું દિમાગ પણ શાતિર હોય છે.  હાકિમ સિંહની આ વાર્તા કોઈ ફિલ્મી કહાણીને પણ ટક્કર મારે એવી છે.
Published by: Jay Mishra
First published: October 12, 2020, 10:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading