પહેલીવાર નકલી ચલણી નોટોના ધંધામાં આવેલા યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

ankit patel
Updated: September 26, 2019, 7:29 PM IST
પહેલીવાર નકલી ચલણી નોટોના ધંધામાં આવેલા યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
પકડાયેલો આરોપી

ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા 500ના દરની 33 બનાવટી ચલણી નોટો કબજે કરી છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ દેશના અર્થતંત્રને (Economy)ખોખલું કરવા બનાવટી ચલણી નોટો (Currency notes)બજારમાં ફરતી કરવામાં આવે છે. અને તે માટે જ નોટબંધી (demonetisation)જેવા કડક નિર્ણયો પણ લેવાયા હતા. તેમ છતાં ફરી એક વખત (Ahmedabad)અમદાવાદ શહેરમાંથી 500ના દરની 33 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે.

ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની (crime branch)કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ વિક્રમસિંહ દહિયા.આરોપી મૂળ રાજસ્થાનનો વતની છે અને બાપુનગરના વૈશાલી ફ્લેટમાં વસવાટ કરે છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા 500ના દરની 33 બનાવટી ચલણી નોટો કબજે કરી છે. આરોપીએ આ નોટો ચેન્નાઇ ખાતેથી વીસેક દિવસ પહેલા મેળવી હોવાની કબૂલાત કરી છે.

આરોપી વિક્રમ પાસેથી મળેલી બનાવટી ચલણી નોટો સારી ક્વૉલિટીની એટલે કે અસલ નોટ જેવી જ હતી અને તેનો લાભ લઈ આરોપીએ કેટલીક બનાવટી નોટો બજારમાં વાપરી હોવાની પણ કબૂલાત કરી છે. આ બનાવટી નોટો તેના અન્ય કોઈ પરિચિત યુવક પાસેથી મેળવી હોવાની આ વાત સામે આવી છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોની હેરાફેરી કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ યુવતીની હત્યા કરનાર આરોપીને પસ્તાવો થાય છે, જીવવા માંગતો નથી

ઉલ્લેખનીય છે કે બાપુનગરમાંથી પકડાયેલી બનાવટી ચલણી નોટો ચેન્નાઈથી અમદાવાદ કેવી રીતે આવી? કોના માધ્યમથી આવી? નકલી નોટોની હેરાફેરીના કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત બનાવટી નોટો પાકિસ્તાનમાં (Pakistan)છપાય છે કે કેમ? તે અંગે પણ અન્ય આરોપીની ધરપકડ બાદ તપાસ હાથ ધરવામાં આવશે.
First published: September 26, 2019, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading