Home /News /madhya-gujarat /Ahmedabad Crime : ક્રાઇમ બ્રાન્ચે 4.80 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Crime : ક્રાઇમ બ્રાન્ચે 4.80 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો રાખનાર અબ્દુલવહીદ ઉર્ફે બમ્બૈયા શેખને ઝડપી પાડ્યો

Ahmedabad Crime Branch - આરોપીએ અગાઉ પણ અનેક વખત રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)બાતમીના આધારે એલિસબ્રીજ એનએચએલ મ્યુનિ મેડિકલ કોલેજના વાહન પાર્કીંગમાંથી 48.090 ગ્રામ એમડી ડ્રગ્સના (MD Drugs)જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ ડ્રગ્સનો (Drugs)જથ્થો જપ્ત કરી આરોપીની સઘન પુછપરછ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની (Crime Branch)ટીમ શહેરના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે એલિસબ્રીજ એનએચએલ મ્યુનિ મેડિકલ કોલેજમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશ દ્વારથી પૂર્વે આવેલા વાહન પાર્કીંગની જગ્યાએ એક યુવકે એમ. ડી ડ્રગ્સનો જથ્થો રાખી મુક્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તે જગ્યાએ દરોડો પાડીને ડ્રગ્સનો જથ્થો રાખનાર અબ્દુલવહીદ ઉર્ફે બમ્બૈયા શેખને ઝડપી પાડ્યો હતો.

તેની પાસેથી કુલ 48.090 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો. જેની બજાર કિંમત 4.80 લાખ થાય છે. બાદમાં આરોપીની પૂછપરછ કરતા તેણે અમદાવાદથી ટ્રાવેલ્સમાં બેસી રાજસ્થાનના પ્રતાપગઢ ખાતે પોતાના પરીચિત વ્યક્તિને મોબાઈલ પર સંપર્ક કરીને એમડી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. આ પછી અમદાવાદ આવીને વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે બેઠા હતા આધેડ, ત્યાં પુત્ર આવી જતા થઈ જોવા જેવી

આરોપી બે માસ અગાઉ અમદાવાદથી પ્રતાપગઢ ખાતે ગયો હતો ત્યાંથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કર્યું હતું. જેમાં બાકી રહેલ આ ડ્રગ્સનો જથ્થો તે વહેંચવા માટે નીકળ્યો હતો. એટલુ જ નહીં 20 દિવસ પહેલા પણ તે જગ્યાએથી 1 કિલોગ્રામ એમડી ડ્રગ્સની ખરીદી કરી હતી. જેના 4 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. જ્યારે બાકીના 4 લાખ રૂપિયા બીજી વખત ડ્રગ્સ લેવા જાય ત્યારે આપવાના હતા.

આ પણ વાંચો - Dhandhuka firing case: આરોપીઓ શબ્બીર અને ઇમ્તિયાઝ કોણ છે? કેવી રીતે આવ્યો મૌલવીના સંપર્કમાં?

જોકે તેમાંથી 500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો વેચ્યો હતો બાકીને 500 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ચોરી થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.
આરોપીના ગુનાહિત ઈતિહાસની વાત કરીએ તો 1999માં કાલુપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો અને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે સજા ભોગવી 2009માં બહાર આવ્યો હતો. બાદમાં 2011માં મણિનગરમાં બીજી એક હત્યા કરી હતી જેથી પરત સેન્ટ્રલ જેલમાં ગયો હતો અને 2014માં છુટીને બહાર આવ્યો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad crime branch, Drugs Case, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन