અમદાવાદઃ સાઈકલ કે બેટરીથી ચાલતા વાહનો ખરીદવાનું વિચારો છો? તો પોલીસ કમિશનરનું આ જાહેરનામું વાંચી લો

News18 Gujarati
Updated: August 14, 2020, 4:07 PM IST
અમદાવાદઃ સાઈકલ કે બેટરીથી ચાલતા વાહનો ખરીદવાનું વિચારો છો? તો પોલીસ કમિશનરનું આ જાહેરનામું વાંચી લો
ફાઈલ તસવીર

આ હુકમ 15 ઓગસ્ટથી 60 દિવસ સુધી એટલે કે 13 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.

  • Share this:
અમદાવાદઃ જો તમે નજીકના દિવસોમાં સાઈકલ (Bicycle ) કે બેટરીથી ચાલતા વાહનો (battery powered vehicles) ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમદાવાદ પોલીસ કમિશ્નરે (Ahmedabad Police Commissioner) બહાર પાડેલું જાહેરનામું ચોક્કસથી તમને લાગું પડશે. અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે (Sanjay Srivastava) જાહેરનામું (Declaration ) બહાર પાડ્યું છે જે મુજબ સાઈકલ, બેટરીથી ચાલતા ટૂ વ્હીલર ખરીદનાર ગ્રાહકે કોઈપણ એક આધાર પુરાવો પુરાવો આપવો પડશે. જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ આપવાનું રહેશે. સાથે સાથે આ વસ્તુઓના વેપારીઓને પણ ગ્રાહકને બીલ આપવું પડશે.

આ હુકમ 60 દિવસ સુધી અમલમાં રહેશે
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ભૂતકાળમાં શહેરમાં પર્યટન સ્થળ, જાહેર જગ્યાઓ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન બહાર અને સરકારી ઓફિસ પાસે ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં બૉમ્બ મૂકી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નરે આ જાહેરનામું બહાર પાડ્યું છે. આ હુકમ 15 ઓગસ્ટથી 60 દિવસ સુધી એટલે કે 13 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.

ગ્રાહકનું નામ, સરનામુ, વાહનનો ફ્રેમ નંબર પણ બીલમાં લખવો પડશે
જાહેરનામા પ્રમાણે સાઈકલ, બેટરીથી ચાલતા ટૂ વ્હીલર જેવા વાહનો વેચતા દુકાનના માલિકો, મેનેજરો અને એજન્ટોએ ખરીદનારને બિલ આપવું પડશે. ગ્રાહકએ કોઈપણ એક આધાર પુરાવો જેવો કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ આપવાનું રહેશે. બિલમાં ખરીદનારનું પુરૂ નામ- સરનામું અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. બિલમાં સાયકલ/ સ્કૂટરની ફ્રેમ નંબર પણ લખવા પડશે.

આ પણ વાંચોઃ-વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ videoઆ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરો

આ પણ વાંચોઃ-પુત્રએ મુંડન, તર્પણ વિધિ કર્યા બાદ પિતાની કરી હત્યા, કારણ જાણીને તમે ચોંકી જશો

દુકાનદારે સીમકાર્ડ લેનારના રહેઠાણનો પુરાવો રાખવો પડશે
આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે મોબાઈલ ફોન મામલે પણ જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે કેટલાક લોકો મોબાઈલ ફોનના સીમકાર્ડનો દુરઉપયોગ કરે છે.

જેથી દુકાનદારોએ મોબાઈલ ફોનના સીમકાર્ડ લેનારના રહેઠાણનો પુરાવો અને ઝેરોક્ષ રાખવી પડશે. તેમજ તેની એક્સલશીટમાં માહિતી સાચવી રાખવી પડશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.
Published by: ankit patel
First published: August 14, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading