અમદાવાદ : ADC બેંક બદનક્ષી મામલે કોંગ્રેસ નેતા સુરજેવાલાનાં જામીન મંજૂર

News18 Gujarati
Updated: December 18, 2019, 1:20 PM IST
અમદાવાદ : ADC બેંક બદનક્ષી મામલે કોંગ્રેસ નેતા સુરજેવાલાનાં જામીન મંજૂર
સુરજેવાલાને રૂ.15 હજારનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. તેમના જામીનદાર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી બન્યા હતા.

સુરજેવાલાને રૂ.15 હજારનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. તેમના જામીનદાર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી બન્યા હતા.

  • Share this:
અમદાવાદ : ADC બેંક બદનક્ષી કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે સુરજેવાલાનાં જામીન મંજુર કર્યા છે. સુરજેવાલાને રૂ.15 હજારનાં બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. તેમના જામીનદાર ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી બન્યા હતા. આ કેસની વધુ સુનાવણી 15 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. આ સાથે તેમણે કોર્ટમાં દરેક મુદતે હાજર રહેવામાંથી મુક્તિ માટે પણ અરજી કરી છે.

આ સાથે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રણદીપ સુરજેવાલાને પૂછવામાં આવ્યું હતું કે, તમને ગુનો કબૂલ છે? તેના જવાબમાં સુરજેવાલએ જવાબ આપ્યો હતો કે, 'મને કબૂલ નથી.'

આ પણ વાંચો : ગોધરા : કારની અડફેટે મૉર્નિંગ વૉક કરી રહેલા ત્રણ વૃદ્ધોનાં મોત, ચાલક ફરાર

મહત્વનું છે કે, વર્ષ 2016માં નોટબંધી સમયે કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નિવેદન કર્યા હતા કે, એડીસી બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કર્યું હતું. જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતાં. આ નિવેદનોના કારણે એડીસી બેંક અને બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.

જાણો શું હતો વિવાદ?

નોંધનીય છે કે, સુરજેવાલાએ એક પત્રકાર પરિષદમાં આપેલા નિવેદનને મુખ્ય આધાર બનાવી એ.ડી.સી. બેંકે પક્ષ રજૂ કર્યો હતો. જે તે સમયે સુરજેવાલાએ એક પત્રકાર પિરષદમાં નિવેદન આપ્યું હતું કે 8મી નવેમ્બર, 2016નાં રોજ નોટબંધી જાહેર થયા બાદ 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન એ.ડી.સી. બેંકમાં 754 કરોડની જૂની નોટ જમા કરવામાં આવી હતી. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ બેંકના ડિરેક્ટર પૈકી એક છે. બેન્કને કૌભાંડી ગણી બેન્ક અને અમિતા શાહનાં સંબંધો વિશે સુરજેવાલાના નિવેદનો વિરૂદ્ધ પણ ફરિયાદી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.તે સમયે રાહુલ ગાંધીએ પણ સુરજેવાલાની પત્રકાર પરિષદનાં સંદર્ભમાં કરેલી ટ્વિટને ફરિયાદીએ મુખ્ય આધાર બનાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી, 'અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપ. બેંકના ડિરેક્ટર અમિત શાહજીને અભિનંદન, તેમની બેન્કે પાંચ દિવસમાં રૂપિયા ૭૪૫ કરોડની જૂની ચલણી નોટોને નવીમાં તબદીલ કરવાની રેસમાં પહેલું ઇનામ મેળવ્યું છે. નોટબંધીમાં જેમનું જીવન બરબાદ થઈ ગયું છે તેવા કરોડો ભારતીયો તમારી સિદ્ધિને સલામ કરે છે.

 
First published: December 18, 2019, 1:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading