અમદાવાદ: ટાયર પંચરની સોલ્યુશન ટ્યુબનો બાળકોને નશો કરાવી શોષણ કરતી ટોળકીના વધુ એક સાગરીતની ધરપકડ કરી છે. કારંજ પોલીસે ટ્યુબ સપ્લાય કરનાર નડીયાદના વેપારીની ધરપકડ કરી છે. જોકે, વેપારીની સીધી સંડોવણી ગુનામાં નહીં પરંતુ કાવતરામાં હોવાથી ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના માર્ગો પર રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા 10થી 16 વર્ષના સગીર બાળકોને સોલ્યુશન ટ્યુબનો નશો કરાવતા અને તેમનું શોષણ કરતા ત્રણ આરોપીની ધરપકડ થઇ હતી. જેમાં સંગીતા તિવારી, હિતેશ પરમાર અને અબ્દુલ કરીમ ઉર્ફે ગબ્બર બાલવરની ધરપકડ થઇ હતી. સોલ્યુશન ટ્યુબનો મુખ્ય સપ્લાયર અબ્દુલ કરીમ ગબ્બર હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ ટ્યુબ નડિયાદના વેપારી સુરજ ઉભરાની અમદાવાદ મોકલતો હોવાનુ પોલીસ તપાસમા ખુલ્યુ હતુ. જેથી તેની ધરપકડ કરવામા આવી છે. જોકે ધરપકડ બાદ વેપારીનું કહેવું છે કે, આ ટ્યુબ વેચવી કોઈ ગુનો નથી જેથી પોલીસ તેની ધરપકડ મદદગારીમાં ગુનામાં કરી રહી છે.
અગાઉ ત્રણ આરોપીની ધરપકડ બાદ નડિયાદ ખાતે પ્રેમ સાયકલના નામે સાયકલના પાર્ટસ વેચનાર વેપારી સુરજ ઉભરાની સામે આવતા તેની ધરપકડ થઈ છે. મહત્વનું છે કે, વ્યાપારી એક અઠવાડિયામાં 80 જેટલી ટ્યુબ અમદાવાદ અબ્દુલ કરીમ નામના આરોપી ને મોકલતો હતો. જેથી આ સમગ્ર ગુનાના કાવતરામાં મદદગાર તરીકે આરોપી સંડોવાયેલા હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે.. પરંતુ પોલીસ કાર્યવાહીથી બચવા આરોપી નશા અને બાળકોના શોષણ વિશે કશું જ જાણતો ન હોવાનુ જણાવી રહ્યો છે.
ઝડપાયેલા આરોપી સુરજ એ પોલીસ સમક્ષ એસોસિએશનનો એક પત્ર પણ રજૂ કર્યો જેમાં આ ટ્યુબ વેચવી ગુનો નથી ગણાતો. પરંતુ 20 કરતા વધુ બાળકો ના ભવિષ્ય સાથે ચેડા કરતા એક પણ આરોપીને પોલીસ છોડવા નથી માગતી.. તેથી જ ટ્યુબ સપ્લાય કરનાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.. ત્યારે આરોપી વિરુદ્ધ શુ કાર્યવાહી થાય છે તે જોવુ મહત્વનું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર