Home /News /madhya-gujarat /

AMC News: અમદાવાદ શહેરમાં અનોખું શિક્ષણ કાર્ય શરૂ થયું, રોડ પર ભિક્ષા માંગતા બાળકોને મળશે શિક્ષા

AMC News: અમદાવાદ શહેરમાં અનોખું શિક્ષણ કાર્ય શરૂ થયું, રોડ પર ભિક્ષા માંગતા બાળકોને મળશે શિક્ષા

ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ  સ્કૂલબોર્ડ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Ahmedabad : AMC દ્વારા શહેરમાં આવી 10 બસ તૈયાર કરવામાં આવી છે. જે બસમાં શિક્ષક પણ છે અને સ્માર્ટ ટીવી, ઈન્ટરનેટ, ભોજન અને પાણી સહિતની સુવિધા બાળકોને મળી રહી છે. આ યોજનામાં 2 કરોડ 87 લાખના ખર્ચે 10 બસ તૈયાર કરવામાં આવી છે. જેમાં વધુમાં વધુ બાળકો અભ્યાસ કરવા આવે તેવો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે તેમજ સિગ્નલ બસમાં 2 શિક્ષક અને 1 હેલ્પરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ બાળકોને શૈક્ષણિક કિટ, પાઠય પુસ્તક પણ અપાઈ રહ્યા છે.

વધુ જુઓ ...
અમદાવાદ શહેર (Ahmedabad News)માં 6 માર્ચથી અનોખું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં 'ભિક્ષા નહીં શિક્ષા યોજના' હેઠળ રસ્તા પર ભિક્ષા માંગતા બાળકો (Begging children)ને શિક્ષણનો લાભ આપવામાં આવી રહ્યો છે, એવા બાળકો જેમને શાળાએ જવું હોય જે આગળ વધવા ઈચ્છે છે. એવા બાળકોને એક સ્પેશિયલ બસમાં શિક્ષણ (Education Bus) આપવામાં આવી રહ્યું છે. આજે આ તમામ સુવિધાઓથી સજજ સિગ્નલ સ્કૂલ (Signal School)નાં બાળકોનું મનોબળ વધારવા માટે અને ગુજરાત સરકાર, અમદાવાદ મનપા અને ગુજરાત રાજ્ય કાનૂની સેવાનો નવતર અભિગમ માટે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમાર અને મુખ્ય ન્યાયાધીશ આર.એમ. છાયા પહોચ્યા હતા. જેમણે બાળકો સાથે વાત કરી હતી. જ્યારે મુખ્ય ન્યાયાધીશ પહોચ્યા ત્યારે કક્કો બારાખડી પણ સંભળાવી હતી.

AMC દ્વારા શહેરમાં આવી 10 બસ તૈયાર કરવામાં આવી છે. જે બસમાં શિક્ષક પણ છે અને સ્માર્ટ ટીવી, ઈન્ટરનેટ, ભોજન અને પાણી સહિતની સુવિધા બાળકોને મળી રહી છે. આ યોજનામાં 2 કરોડ 87 લાખના ખર્ચે 10 બસ તૈયાર કરવામાં આવી છે. જેમાં વધુમાં વધુ બાળકો અભ્યાસ કરવા આવે તેવો પ્રયાસ કરવામાં  આવી રહ્યો છે તેમજ સિગ્નલ બસમાં 2 શિક્ષક અને 1 હેલ્પરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેમજ બાળકોને શૈક્ષણિક કિટ, પાઠય પુસ્તક પણ અપાઈ રહ્યા છે. સિગ્નલ સ્કૂલ દ્વારા ઝૂંપડપટ્ટી અને રસ્તે સૂતા બાળકો માટે જ્ઞાન આપવામાં આવી રહ્યુ છે. આ અંગે મ્યુ કમિશનર લોચન સહેરાનાં જણાવ્યા પ્રમાણે આ આઇડિયા નામદાર ગુજરાત હાઇકોર્ટનો હતો. જે બાદ અમે રસ્તા પર ભીખ માંગતા બાળકોને શિક્ષા આપવા માટે સર્વે કર્યો હતો. જેમાં અમને  130 બાળકો  મળ્યા છે. સિગ્નલ સ્કૂલ બસ ને AMCની જૂની બસને રંગરોગાન કરી સીટ કાઢીને તૈયાર કરવામાં એવી છે. જેમાં  શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી છે.વર્ષ 2022માં  મે મહિનામાં વેકેશન નહીં રહે 

3 મહિના સુધી બાળકોને બરાબર ભણાવાયા બાદ રેગ્યુલર સ્કૂલમાં મોકલીશું અને જો બાળક 8 ધોરણ સુધી ભણે તો બાળકોને 5000 રૂપિયાનો બોન્ડ કરવામાં આવ્યો છે. જે તેને 8મુ પાસ કર્યા બાદ મળી જશે. આ આઇડિયાથી માતા-પિતા ભીખ  નહિ મંગાવે અને તેને ભણતર મળી રહે તે સાથે જમવાનું પણ મળશે. સિગ્નલ સ્કૂલમાં બાળકને ભણવાનું જમવાનું અને તમામ વસ્તુઓ પણ આપીએ છીએ.

ઉલ્લેખનીય છે કે જાહેર રસ્તા પર 130 વિદ્યાર્થીઓને સિગ્નલ બસમાં ભણાવાય રહ્યા છે જેમાં 6થી 14 વર્ષના બાળકોને ટ્રાફિક સિગ્નલ પર જ શિક્ષણ અપાશે તેમજ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનાઓનો લાભ પણ મળશે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેવો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- આયુષ વિઝા શરૂ કરાશે, જેનાથી વિદેશીઓ આયુષ ઉપચાર માટે ભારતમાં આવી શકે: આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં PM મોદી

શા માટે બસની સુવિધા ?

ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ  સ્કૂલબોર્ડ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. માર્ચ 2022માં સિગ્નલ પર રખડતા બાળકોને શિક્ષણ પૂરું પાડવા તૈયાર કરાયેલી ખાસ પ્રકારની 10 બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ  લીલીઝંડી આપી હતી.  આ બસ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરે છે અને શિક્ષણથી વંચિત રહી જતા અને શાળાએ અભ્યાસ માટે નહીં જઈ શકતા બાળકોને શિક્ષણ પૂરું પાડશે. આ માટે સિગ્ન ના બાળકો માટે સિગ્નલ બસ નામ આપવામાં આવ્યું છે. જેમાં એવી બસો તૈયાર કરવામાં આવી છે કે બાળકોને અભ્યાસ કરવાની  વ્યવસ્થા મળી રહે. વિદ્યાર્થીઓને બસમાં બેસાડીને શિક્ષણ આપી શકાય. આવી 10 બસ બનાવવા આવી છે જે શહેરના ગુલબાઈ ટેકરા, વસ્ત્રાપુર, આરટીઓ, નારોલ, નરોડા જેવા અલગ અલગ વિસ્તારમાં જાય છે. જે બાળકો કોઈપણ કારણોસર શાળાએ નથી આવી શકતા તેઓને ત્યાં સિગ્નલ પાસે જ બસ મારફતે શિક્ષણ પૂરું પાડવામાં આવશે.

આ પણ વાંચો- PM modi Dahod Visit: દાહોદ હવે મેક ઈન ઇન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છેઃ PM Modi

અમદાવાદના મનપા બજેટમાં જોગવાઈ

આ બસમાં બે શિક્ષક રાખવામાં આવ્યા છે જેમાં એક મુખ્ય શિક્ષક અને એક હેલ્પર તરીકે કામ કરે છે બસ દરેક વિસ્તારમાં સોમવારથી શનિવાર સુધી અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને બાળકોને પાયાનું શિક્ષણ મળે તે માટે આ સિગ્નલ સ્કૂલ કામ કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં સિગ્નલ સ્કૂલની ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. સ્કૂલબોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, રસ્તાઓ ઘણીવાર બાળકો જોવા મળતા હોય છે.  શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી. માટે આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, AMC latest news, Gujarati news, School

આગામી સમાચાર