અમદાવાદ : રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ, રૂ. 8500માં ઈન્જેક્શન વેચનારને છટકું ગોઠવી ઝડપ્યો

અમદાવાદ : રેમડેસીવીરના કાળા બજારનો પર્દાફાશ, રૂ. 8500માં ઈન્જેક્શન વેચનારને છટકું ગોઠવી ઝડપ્યો
પ્રતિકાત્મક તસવીર

મહામારીમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળાબજાર થઈ રહી.

  • Share this:
અમદાવાદ: હાલ કોરોના મહામારીમા છેલ્લા ઘણા સમયથી રેમડેસીવીર ઇન્જેક્શનની માંગ વધી છે. ત્યારે બજારમાં કાળા બજાર ન થાય તેનું પણ પોલીસ અને જે તે વિભાગ ધ્યાન રાખી રહ્યું છે. ત્યારે એક વ્યક્તિ દિલ્હીથી ઇન્જેક્શન લાવી ગ્રાહકો પાસે 5400ના 8500 વસૂલી કાળા બજાર કરતો હોવાનું સામે આવતા ક્રાઇમબ્રાન્ચે આ શખસ સાથે છટકું ગોઠવી તેની ધરપકડ કરી છે. તેની તપાસમાં તેના સાથી મિત્રની પણ સંડોવણી સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારીમાં કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને સારવાર માટે આપવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળાબજાર થઈ રહેલા હોવાના સમાચાર સોશિયલ મીડિયામાં સામે આવતા આ બાબતને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, જસ્ટિન પરેરા નામનો વ્યક્તિ ઇન્જેક્શનનો જથ્થો અન્ય જગ્યાએથી વગર પરવાને લાવી બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી હતી અને એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો.આ પણ વાંચોરાજકોટ : Corona પોઝોટિવ મહિલાની ખબર પૂછવા ફોન કર્યો, ચાલુ ફોને જ મહીલાનું મોત

આ બોગસ ગ્રાહક પાસે તેના મોટા ભાઈને કોરોના સંક્રમણ થયું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સારવાર માટે ત્રણ ઇન્જેકશનની જરૂરિયાત છે તેવો મેસેજ આ જસ્ટિને કરાવ્યો હતો. જેથી જસ્ટિન નામના વ્યક્તિએ એક ઈન્જેક્શનના 8500 રૂપિયા થશે, તેમ કહી ઇન્જેક્શનના 25,500 એડવાન્સ માંગ્યા હતા અને ઇન્જેક્શનની ડિલિવરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી મળી જશે તેવું આ બોગસ ગ્રાહકને જણાવ્યું હતું.

બાદમાં જસ્ટિન નામના વ્યક્તિએ ઇન્દ્રપ્રસ્થ ટાવર ખાતે આવી પૈસાની લેવડ-દેવડ કરવા આ બોગસ ગ્રાહકને જણાવ્યું હતું. બાદમાં મોડી રાત્રે ઇંજેક્શનની ડિલિવરી માટે મેસેજ કરશે તેમ જણાવ્યું હતું. બોગસ ગ્રાહક પૈસા આપવા ગયો હતો ત્યારે એક મહિલાએ તેની પાસેથી પૈસા લીધા હતા અને જસ્ટિન બાબતે પૂછતાં તે બહાર ગયો હોવાનું મહિલાએ જણાવ્યું હતું. બાદમાં જસ્ટિનનો ડિલિવરી માટે કોઈ મેસેજ ન આવતા બોગસ ગ્રાહક પાસે ક્રાઈમ બ્રાન્ચે મેસેજ કરાવ્યો હતો અને બાદમાં બીજે દિવસે સવારે 10 વાગ્યે ડિલીવરી લેવા માટે આવવા જણાવ્યું હતું. એરપોર્ટ ખાતે આ ડિલિવરી મળશે તેવું જણાવતાં બોગસ ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો. જ્યારે જસ્ટિનને ફોન કર્યો ત્યારે તે દિલ્હી હોવાનું તેણે જણાવ્યું હતું અને બાદમાં જ્યારે જસ્ટિન આવ્યો ત્યારે બોગસ ગ્રાહકની સાથે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી જસ્ટિન નામનો આ શખ્સ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્ટિન પરેરા (રહે, ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર)ની અટકાયત કરી તેને ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચોસુરત : સલામ Corona વોરિયર્સ, 25 વર્ષિય મહિલા પોલસકર્મીએ દમ તોડ્યો, પોલીસબેડામાં સર્જાયા કરૂણ દ્રશ્ય

જ્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીની જડતી કરી ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને ૩૫ જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન નો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પોતે માસ્ક સેનીટાઇઝર નો ધંધો કરે છે અને તે અનુસંધાને છેલ્લા એક વર્ષથી રીજન્ટ હેલ્થ કેર મેમનગર ના ડાયરેક્ટર વિવેક હુંડલાણી ના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી. કોરોનાની મહામારી માં ઇન્જેક્શન ની માંગ વધતા આ વિવેક પોતાની કંપનીના નામે બિલથી ઇન્જેક્શન ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરશે અને તેમાં તે નફામાં ભાગ આપશે તેવી વાત કરી હતી. વિવેક નામના વ્યક્તિએ સંમતિ આપતાં દસેક દિવસથી આરોપી દિલ્હીથી આ ઇંજેક્શન ખરીદી લાવતો હતો અને તેનું પેમેન્ટ પણ વિવેકની કંપનીના એકાઉન્ટમાંથી થતું હતું. આરોપી 5400 રૂપિયા ના ઇન્જેક્શન ના 8,500 રૂપિયા લઇ કાળા બજાર કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:April 14, 2021, 00:33 am

ટૉપ ન્યૂઝ