અમદાવાદમાં ફરી થશે Lockdown? સરકારે કરી સ્પષ્ટતા, હૉસ્પિટલોમાં Coronaના 40% બેડ ઉપલબ્ધ

અમદાવાદમાં ફરી થશે Lockdown? સરકારે કરી સ્પષ્ટતા, હૉસ્પિટલોમાં Coronaના 40% બેડ ઉપલબ્ધ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે, તહેવારોમાં વિસ્ફોટ થતા લૉકડાઉન લાગશે એવી વાતોના પગલે પેનિક. અમદાવાદમાં 2848 બેડ ખાલી

 • Share this:
  અમદાવાદ : વિભૂ પટેલ, અમદાવાદ : તહેવારોની મજા અને ખરીદીની ભીડના કારણે અમદાવાદ (Ahmedabad) શહેર મોતના મુખમાં ધકેલાઈ ગયું છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના (Ahmedabad coronviru case) કેસમાં વિસ્ફોટ થયો છે. દરમિયાન કાળી ચૌદશ, દિવાળી, બેસતા વર્ષ બાદ અમદાવાદની બંને સિવિલ હૉસ્પિટલો માટે ભાઈબીજ પણ ભારે રહી છે. ભાઈબીજે અસારવા સિવિલમાં 112 દર્દી ગંભીર (Ahmedabad civil Hospital) હાલતમાં દાખલ થયા છે. અમદાવાદ સિવિલમાં હાલમાં 665 દર્દી દાખલ છે. દરમિયાન આ સ્થિતિમાં અમદાવાદમાં લૉકડાઉન લાગશે એવી અફવાઓએ જોર પકડ્યું છે, આ સ્થિતિમાં લૉકડાઉન અંગે સરકારની હાલ કોઈ વિચારણા નથી. અમદાવાદ શહેરના ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી (OSD) રાજીવ ગુપ્તાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

  આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરપેશનના ઉચ્ચ અધિકારીઓની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મિટીંગ મળી હતી. જેમાં તમામ ઝોનના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિતિ રહ્યા હતા. આ મિટીંગ બાદ ડૉ.રાજીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં તમામ પૂરતી સુવિધા ઉપલબ્ધ છે. સરકારનું લોકડાઉન અંગે કોઈ વિચારણા કે આયોજન નથી. શહેરમાં 7 સરકારી અને 76 કોવિડ ડેઝિગ્નેટેડ ખાનગી હૉસ્પિટલોમાં 7279 બેડ ઉપલબ્ધ છે.  આ પણ વાંચો :  અમદાવાદમાં 'Corona બૉમ્બ' ફૂટ્યો, ભાઈબીજે સિવિલમાં વધુ 112 સિરિયસ દર્દી દાખલ થયા

  આ પૈકીના 2848 બેડ ખાલી છે. અમદાવાદમાં કોવિડના 40 ટકા બેડ ખાલી છે. હાલમાં સરકારી હૉસ્પિટલમાં 2347 અને ખાનગી હૉસ્પિટલમાં 501 બેડ ખાલી છે. હાલમાં પાડોશી રાજ્યના 500 કરતાં વધુ દર્દીઓ અમદાવાદમાં સારવાર લઈ રહ્યા છે.

  નાગરિકોને ગેરમાર્ગે ન દોરાવા અપીલ

  ડૉ.ગુપ્તાની અખબારી યાદી મુજબ અમદાવાદમાં સારવાર માટે વિવિધ સેવાઓ પુરી પાડવા માટે અમદાવાદમાં 900 મોબાઇલ વાન કાર્યરત છે. ડૉ.ગુપ્તાએ નાગરિકોને ગેરમાર્ગે ન દોરાવા અને ભયભીત ન થવા માટે અપીલ કરી છે. રાજ્યમાં લૉકડાઉનનું કોઈ આયોજન નથી. સ્થિતિ નિયત્રંણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો : અપશુકનિયાળ બુધવાર! અકસ્માતોની વણઝારમાં 17 મોત, 41 વ્યક્તિને ઇજા, તહેવારોમાં કરૂણાંતિકા

  અસારવા સાથે સોલા સિવિલમાં પણ ધસારો

  દરમિયાન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલમાં પણ સ્થિતિ સામાન્ય નથી. 18મી નવેમ્બરે સવારે 10.00 વાગ્યાની સ્થિતિ મુજબ હૉસ્પિટલમાં તમામ ICU બેડ હાઉસફૂલ થઈ ગયા છે. સોલા સિવિલમાં ભાઈબીજે 17મી નવેમ્બરે 81 દર્દી દાખલ થયા છે. સોલા સિવિલમાં દર્દીઓ વધતા 17મી નવેમ્બરે નવો ફ્લોર ખોલવાની ફરજ પડી છે. હાલમાં સોલા સિવિલમાં 279 દર્દીઓ દાખલ છે. સોલા સિવિલ હૉસ્પિટલમાં માત્ર 120 બેડ ખાલી છે. પ્રતિકાત્મક તસવીર
  Published by:Jay Mishra
  First published:November 18, 2020, 14:16 pm