Home /News /madhya-gujarat /અમદાવાદ : ગુજરાત ફાર્મસી કાઉન્સીલની અપીલ, Coronaની સારવાર માટે ડૉક્ટર્સ દર્દીઓમાં બ્રાન્ડેડ દવાનો ભ્રમ ન ફેલાવે
અમદાવાદ : ગુજરાત ફાર્મસી કાઉન્સીલની અપીલ, Coronaની સારવાર માટે ડૉક્ટર્સ દર્દીઓમાં બ્રાન્ડેડ દવાનો ભ્રમ ન ફેલાવે
કોરોનાની સારવારને લગતી કેટલીક દવાઓની માર્કેટમાં અછત સર્જાઈ છે. જેના પાછળ કારણ કેટલાક ડોકટર્સ દર્દીઓને અમુક બ્રાન્ડની જ દવા માટે પ્રેશર કરતા હોવાનો ઘટસ્ફોટ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલએ કર્યો
કોરોનાની સારવારને લગતી કેટલીક દવાઓની માર્કેટમાં અછત સર્જાઈ છે. જેના પાછળ કારણ કેટલાક ડોકટર્સ દર્દીઓને અમુક બ્રાન્ડની જ દવા માટે પ્રેશર કરતા હોવાનો ઘટસ્ફોટ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલએ કર્યો
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્ય ભરમાં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વધી રહ્યું છે. તેવામાં કોરોનાની સારવાર(Corona treatment)ને લગતી કેટલીક દવાઓની માર્કેટમાં અછત સર્જાઈ છે. જેના પાછળ કારણ કેટલાક ડોકટર્સ દર્દીઓને અમુક બ્રાન્ડની જ દવા માટે પ્રેશર કરતા હોવાનો ઘટસ્ફોટ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલએ કર્યો છે. અને ડૉક્ટર્સ દ્વારા બ્રાન્ડેડ દવાનો ભ્રમ ન ફેલાવા અપીલ કરી છે. કોરોનાના કહેર વચ્ચે કોરોનાની સારવાર માટે વપરાતી કેટલીક દવાઓની 50 ટકા જેટલી અછત વર્તાઈ રહી છે.
ડોક્ટરો દ્વારા અમુક બ્રાન્ડની જ દવા માટે પ્રેશર કરવામા આવતુ હોવાને કારણે બ્રાન્ડેડ દાવની માર્કેટમાં અછત સર્જાઇ છે. કોરોનાનો કહેર દેશભરમાં યથાવત છે ત્યારે મીડાઝોલમ અને ફેબીફ્લુ દવાની અછત હાલ માર્કેટમાં જોવા મળી રહી છે.
ત્યારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલના પ્રમુખ મોન્ટુ ભાઈ પટેલએ જણાવ્યુ કે ડોક્ટરોની હાલમાં મેન્ટાલિટી છે કે તેઓ દ્વારા અમુક બ્રાન્ડની દવા લેવા માટે દર્દીઓને પ્રેશર કરવામા આવે છે. આ બ્રાન્ડની દવા લેશો તો જ તમને ઠીક થશે અને તેનાથી જ રિઝલ્ટ મળશે તેવો ભ્રમ દર્દી અને તેના પરિવારજનો પર પેદા કરવામા આવી રહ્યો છે. જેને કારણે અમુક દવાઓ માર્કેટમાં અછત વર્તાઇ રહી છે.
પેરાશિટામોલ 50થી વધુ કંપનીઓ બનાવી રહી છે પરંતુ ડોલો 650 જ લેવાનો આગ્રહ કરવામા આવી રહ્યો છે. ઉપરાંત મિડાઝોલમ દવા જે આઇસીયુમાં વાપરવામા આવે છે તે બે જ કંપનીઓ દ્વારા બનાવવામા આવતી હોવાને કારણે અછત સર્જાઇ છે પરંતુ એન્ટી બાયોટીક દવાની અછત સર્જાઇ ન હોવાનુ કાઉન્સીલે જણાવ્યુ છે.
મહત્વનું છે કે એકતરફ કોરોનાના કેસ વધી રહ્યા છે અને કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ ચિંતામાં છે તેવામાં કેટલાક લોકો દવાઓ બિનજરૂરી રીતે સ્ટોરેજ કરી રહ્યા છે માર્કેટમાં દવાઓની અછતનું એક કારણ એ પણ જવાબદાર છે.