અમદાવાદ : GMDC ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં કેવી રીતે મળશે એડમિશન, સરકારે જાહેર કરી સૂચના

અમદાવાદ : GMDC ખાતે ઉભી કરાયેલ કોવિડ હોસ્પિટલમાં કેવી રીતે મળશે એડમિશન, સરકારે જાહેર કરી સૂચના
જીએમડીસી ખાતે ધન્વંતરી કોવીડ હોસ્પિટલ શરૂ કરાઈ છે

છેલ્લા બે દિવસથી ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : રાજ્ય સહિત દેશભરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અનેક જગ્યાઓ પર હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ જતા હાઉસફૂલના પાટીયા વાગી ગયા છે. પરિસ્થિતિ એટલી વિકટ છે કે, દર્દી સારવાર માટે એકથી બીજી હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યો છે. આવા સમયમાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં જીએમડીસી ખાતે ટૂંક સમયમાં કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. અહીં 900 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હવે કેવી રીતે આ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવશે તે અંગે માહિતી જાહેર કરી છે.

જીએમડીસી એક્ઝીબિશન સેન્ટર ખાતે ઉભી કરાયેલ ધન્વંતરી કોવીડ હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓના એડમિશન માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સૂચના જાહેર કરવામા આવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા ધન્વતરી કોવીડ હોસ્પિટલ ખાતે 900 બેડની હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.આ પણ વાંચો - Corona Vaccination: કોરોના રસી લેતા પહેલા અને લીધા બાદ શું કરવું અને શું ના કરવું? આ રીતે શોધો રસીકરણ કેન્દ્ર? કેવી રીતે નોંધણી કરાવવી?

હાઈકોર્ટના આદેશ અનુસાર હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇને આવાનું રહેશે. (એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે).

આ પણ વાંચો - ક્યારે ચેતી જવું? જો ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય તો શરીરમાં જોવા મળશે આ લક્ષણ, ખતરાની છે ઘંટડી

ગંભીર દર્દીઓને કે જેમને કોરોનાની અસરના કારણે ઓક્સિજન લેવલ 92%થી ઓછું થઇ ગયું છે, તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે. ધન્વતરી કોવીડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:April 28, 2021, 22:59 pm

ટૉપ ન્યૂઝ