Home /News /madhya-gujarat /અમદાવાદ: Coronaનો ત્રીજો વેવ આવવાની પુરે પુરી સંભાવના? AMCએ શરૂ કરી આગોતરી તૈયારી

અમદાવાદ: Coronaનો ત્રીજો વેવ આવવાની પુરે પુરી સંભાવના? AMCએ શરૂ કરી આગોતરી તૈયારી

વૈજ્ઞાનિકો / ડોક્ટરો મતે આગામી સમયમાં કોરોના ત્રીજો વેવ આવવાની પુરે પુરી સંભાવના રહેલ છે.

વૈજ્ઞાનિકો / ડોક્ટરો મતે આગામી સમયમાં કોરોના ત્રીજો વેવ આવવાની પુરે પુરી સંભાવના રહેલ છે.

અમદાવાદ : આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે પહેલા અને બીજી કોરોના લહેરો અનેક પરિવારના માળા વિખેરી નાંખ્યા છે. સંક્રમણ વધતા વિકટ પરિસ્થિત સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ત્રીજી વેવ માટે આગોતરું આયોજન અત્યારથી શરૂ કરવામાં આવ્યું છે . કમિશનર મુકેશ કુમારે શહેરમાં સાત ઝોન એટલે ઝોનલ વાઇઝ એક કમિટી બનાવાના આદેશ આપતો પરિપત્ર જાહેર કર્યો છે.

માર્ચ ૨૦૨૦થી કોવિડ મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયલ છે અને હાલમાં સમગ્ર દેશમાં કોવિડના કેસોમાં અસાધારણ વધારો થવા પામેલ છે . કોવિડ -૧૯ના આ બીજા વેવ કોવિડના કેસો જે જોવા મળેલ છે. તેમાં કોવિડના દર્દીઓને ઓક્સિઝન તથા વેન્ટિલેટર વાળા બેડ જરૂરિયાત મોટા પ્રમાણમાં જોવા મળેલ છે. હાલમાં આ કોવિડના બીજા વેવમાં સામાન્ય ઘટાડો જોવા મળેલ છે, પરંતુ વૈજ્ઞાનિકો / ડોક્ટરો મતે આગામી સમયમાં કોરોના ત્રીજો વેવ આવવાની પુરે પુરી સંભાવના રહેલ છે.

આ પણ વાંચોગાંધીનગર : આવતીકાલથી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ, જાણો - કેમ?

એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હાલના કોવિડના બીજા વેવ જે પ્રમાણે કેસોની સંખ્યા જોવા મળેલ છે. તેના પ્રમાણમાં અમદાવાદ શહેરમાં હોસ્પટિલ તથા તેને આનુષંગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના તંગી વર્તાયેલ જેથી આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિત ન ઉદ્દભવે તે માટે આગોતરા પગલાંના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિક દ્વારા અમદાવાદ શહેરમાં જુદી જુદી જગ્યાએ આઇ સી યુ તથા એચ ડી યુ બેડની વ્યવસ્થા ઉભી કરવા ઉચ્ચે કક્ષાએ નિર્ણય લેવાયેલ છે. સદર કામગીરી ખુબ જ ટૂંકા સમયમાં પુરી કરવાની હોઇ ઝોનલ લેવલે ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ તથા કર્મચારીઓ સંયુક્ત કમિટી રચના કરવી આવશ્યક છે . જે ધ્યાને લઇ ઝોન વાઇઝ ડેપ્યુટી કમિશનર અધ્યક્ષતામા સાત સભ્યની કમિટી રચના નિર્ણય કરાયો છે.

આ પણ વાંચોકેવી રીતે થાય છે મ્યુકોરમાઈકોસિસ સારવાર? શું છે લક્ષણો? કેટલી ખર્ચાળ છે આ સારવાર? જુઓ - તમામ માહિતી

સંબંધિત ઝોનમાં જૂદી જુદી હોસ્પિટલો, કોમ્યુનિટી હોલ તથા જ્યા હંગામી હોસ્પિટલનું માળખું તૈયાર થઇ શકે તેવી તમામ સંભવિત સ્થળ નિરીક્ષણ કરી ફિઝીબીલીટી ચકાસી કરી તેનો રીપોર્ટ કમિટી અધ્યક્ષને કરવાનો રહેશે. આ ઉપરાત અધ્યક્ષ અને કમિટીએ માગર્દશન મુજબ કામ કરવાનું રહેશે.
First published:

Tags: Ahmedabad corona Update

विज्ञापन