AMCમાં નેતા વિપક્ષ બનવા લાગી હોડ, કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર આમને-સામને

News18 Gujarati
Updated: August 24, 2018, 8:40 PM IST
AMCમાં નેતા વિપક્ષ બનવા લાગી હોડ, કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર આમને-સામને
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા પદ માટે, કોંગ્રેસમાં એક ડઝનથી વધુ કોર્પોરેટરોએ દાવેદારી કરી છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા પદ માટે, કોંગ્રેસમાં એક ડઝનથી વધુ કોર્પોરેટરોએ દાવેદારી કરી છે

  • Share this:
સત્તાની દોડ અને ખુરશીની ખેંચતાણે ફરી ચર્ચાઓને આપ્યો છે જન્મ. હવે ચર્ચા છે કે, કોણ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા વિપક્ષ. જો કે સાથે રહીને હાથની શક્તિ વધારનારા કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર્સ હવે ખુરશી માટે રીતસર મેદાને પડ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા પદ માટે, કોંગ્રેસમાં એક ડઝન જેટલા કોર્પોરેટરોએ દાવેદારી કરી છે. એક પદ માટે કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટરમાં જંગ જામ્યો છે. એએમસીના વિપક્ષ નેતાનું કોકડુ ગુંચવાયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા બદલવાની હિલચાલ ચાલી રહી છે. નેતા વિપક્ષની ખૂર્શી પર બેસવા માટે એક ડઝન જેટલા મૂરતિયાઓ તૈયાર છે. પ્રદેશ મોવડી મંડળ દ્વારા નિરીક્ષકોની એક ટીમ બનાવાઇ છે. જે અમદાવાદ કોર્પોરેટરોની સેન્સ લઇ રહ્યા છે. પરંતુ કોંગ્રેસમાં એક સાથે અને તેર તૂટે તેવા હાલ જોવા મળ્યા છે. શહેર કોંગ્રેસના ચાર ધારાસભ્યો અને કોર્પોરેટરો વચ્ચે સીધો જંગ જામ્યો છે, અને તમામ સિનિયર કે જૂનિયર નેતા વિપક્ષ માટે દાવેદારી કરી રહ્યા છે.

કોણે કોણે કરી દાવેદારી
1 - સુરેન્દ્ર બક્ષી - પૂર્વ વિપક્ષ નેતા, પૂર્વ એએમટીએસ ચેરમેન, દરિયાપુર વોર્ડ
2 - તોફિખખાન પઠાણ - એએમસી વિપક્ષ ઉપનેતા અને સિનિયર કોર્પોરેટર, સરસપુર વોર્ડ3 - હસન લાલા - મુસ્લિમ અગ્રણી અને સિનિયર કોર્પોરેટર,દરિયાપુર વોર્ડ
4 - ઇકબાલ શેખ - 3 વખતથી છે કોર્પોરેટર, ગોમતીપુર વોર્ડ
5 - શહેઝાદખાન પઠાણ - 2 વખતથી કોર્પોરેટર બન્યા અને એનએસયુઆઇ સહિત યુથ કોંગ્રેસમાં રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી, દાણીલીમડા
6 - શાહનવાજ શેખ - એનએસયુઆઇમાં રાષ્ટ્રીય કક્ષાએ જવાબાદારી, જમાલપુર વોર્ડ
7 - રણજીત બારડ - પૂર્વ વિસ્તારમાં એક્ટીવ હોવાનો દાવો, વિરાટનગર વોર્ડ
8 - જે ડી પટેલ - પૂર્વ વિસ્તારમાં પાટીદાર આંદોલનમાં સક્રિય ભુમિકા, બાપુનગર વોર્ડ
9 - કમળાબહેન ચાવડા - દલિતમાંથી વિપક્ષ નેતા બનાવવાની માંગ, બહેરામપુરા વોર્ડ
10 - જમનાબહેન વેગડ, મહિલા મેયર હોવાથી મહિલા વિપક્ષ નેતાની માંગ
11 - રાજશ્રી કેસરી, મહિલા મેયર હોવાથી મહિલા વિપક્ષ નેતાની માંગ

તો વળી કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા, વર્તમાન વિપક્ષ નેતા દિનેશ શર્માને રીપીટ કરવાની તરફેણમાં જોવા મળ્યા છે. આમ વિપક્ષ નેતા માટે કોંગ્રેસ પક્ષમાં જ જાણે ભાગ પડી ગયા છે. અન્ય કોંગ્રેસના બે ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ, વિપક્ષના નેતા માટે યુવા કોર્પોરેટરનું નામ આગળ ધરી રહ્યા છે. જેના પગલે વિપક્ષ નેતા પદનું કોકડું ઉકેલાવાને બદલે ગુચવાયુ છે. કોંગ્રેસ શહેર પ્રમુખ શશિકાંત આ મુદ્દે કહી રહ્યા છે કે, પાર્ટી હાઇકમાન્ડ જે નિર્ણય લેશે, તે માન્ય રખાશે. પાર્ટી દ્વારા સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે..

લોકસભા ચૂંટણી પહેલા શહેર વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર વધારવા અને પ્રજાના મુદ્દા લઇને લોકો વચ્ચે જવાનું આયોજન કોંગ્રેસ પક્ષ કરી રહી છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસના શહેરી વિસ્તારના ધારાસભ્યો અને કોર્પોરેટરોની જૂંથબંધી સપાટી પર આવી છે. એક જૂથ વિપક્ષ નેતાના રાખનાની રજૂઆત કરી રહ્યુ છે. તો વળી બીજા જૂથના નેતા તેમના માનિતા કોર્પોરેટરને નેતા વિપક્ષ બનાવવા ફાફા મારી રહ્યા છે.
First published: August 24, 2018, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading