અમદાવાદ: આંગડિયા પેઢીના મેનેજર અને કર્મચારીઓએ ઓફિસના લોકરમાં કર્યો 50 લાખનો 'હાથફેરો'

અમદાવાદ: આંગડિયા પેઢીના મેનેજર અને કર્મચારીઓએ ઓફિસના લોકરમાં કર્યો 50 લાખનો 'હાથફેરો'
પ્રતિકાત્મક તસવીર

ચાંદખેડામાં રહેતા ચિરાગ ઠક્કરે હસમુખ ડાભી, હિતેન્દ્ર ઠાકર, કૃણાલ તુર‌િખયા, જીતેન્દ્ર ગોહિલ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

  • Share this:
અમદાવાદ: ક્યારેક કોઈ કર્મચારી પર મૂકેલો આંધળો વિશ્વાસ દગામાં પરિણમતો હોય છે. આવો જ એક બનાવ અમદાવાદના નવરંગપુરા વિસ્તાર (Navrangpur Police)માં બન્યો છે. જ્યાં આંગડિયા પેઢી (Angadia Firm)ના કર્મચારીઓએ રૂપિયા 50 લાખ બારોબાર ઘર ભેગા કરતા પોલીસ (Police) ફરિયાદ દાખલ થઈ છે. નવરંગપુરાના સી.જી. રોડ પર આવેલી આંગડિયા પેઢીની ઓફિસના લોકરમાંથી બે મેનેજર (Manager) સહિત બે કર્મચારીઓએ 50 લાખ રોકડા બારોબાર ઘર ભેગા કરતાં ફરિયાદ નોંધાઈ છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે ચાંદખેડામાં રહેતા ચિરાગ ઠક્કરે હસમુખ ડાભી, હિતેન્દ્ર ઠાકર, કૃણાલ તુર‌િખયા, જીતેન્દ્ર ગોહિલ વિરુદ્ધ ફરિયાદ કરી છે.

નવરંગપુરા ખાતે ગોલ્ડસુખ કોમ્પ્લેક્સમાં આવેલી જે. કે. એન્ડ કંપની નામની આંગડિયા પેઢી ચિરાગ ઠક્કર સંભાળે છે. આ પેઢી ચિરાગને તેના મામા જયેશભાઈ પૂજારા તેમજ કાકા કલ્પેશ ઠક્કરે છેલ્લા પાંચ મહિનાથી સંભાળવા માટે આપી હતી.



ચિરાગના કાકા અને મામાની સી.જી. રોડ પર આવેલી બીજી ઓફિસની પણ તે દેખરેખ રાખે છે. આ ઓફિસમાં જ્યંતીભાઈ ડાભી મેનેજર છે. જ્યારે સી.જી. રોડના સમૃદ્ધ એનેક્સી કોમ્પ્લેક્સમાં ત્રીજી ઓફિસ પણ આવેલી છે, જેમાં કૃણાલ તુરખિયા મેનેજર તરીકે કામ કરે છે. કૃણાલ ઓફિસ બંધ કરવાનું કામકાજ કરે છે અને ઓફિસની ચાવીઓ પણ તેની પાસે જ રાખતો હતો. ઓફિસના હિતેન્દ્ર ઠાકર અને જીતેન્દ્ર ગોહિલ પણ પૈસા લેવા-મૂકવા જવાનું કામકાજ કરે છે.

આ પણ વાંચો: 

12મી નવેમ્બરના દિવસે ગોલ્ડસુખની ઓફિસના ચાલીસ લાખ રૂપિયા લઈ સમુદ્ધ એનેક્સી કોમ્લેક્સમાં આવેલી ઓફિસના લોકરમાં મૂકવા માટે ગયા હતા, જ્યાં આ ઓફિસના મેનેજર કૃણાલની હાજરીમાં લોકરમાં રૂપિયા મૂક્યા હતા. ત્યારબાદ જીતેન્દ્રએ વધુ 10 લાખ રૂપિયા લોકરમાં મૂકી દીધા હતા. કૃણાલની હાજરીમાં 50 લાખ રૂપિયા રોકડા સમૃદ્ધ એનેક્સી કોમ્પ્લેક્સની ઓફિસમાં આવેલા લોકરમાં મૂક્યા હતા.

ત્યારબાદ ગોલ્ડસુખ, ટેન ઇલેવન અને ઇસ્કોનની ત્રણ ઓફિસ દિવાળી હોવાથી રાતે બંધ કરી હતી. ત્યારે ટેન ઈલેવનના લોકર તથા ઓફિસની ચાવીઓ કૃણાલ તેની પાસે લઇ ગયો હતો. 23મી નવેમ્બરના રોજ ધંધાર્થે પૈસાની જરૂર હોવાથી ચિરાગે તેના કાકા અને ડ્રાઇવરને 50 લાખ રૂપિયા લેવા માટે સી.જી. રોડ પર આવેલ સમુદ્ધ કોમ્પ્લેક્સની ઓફિસ પર ગયા હતા.ચિરાગના કાકાએ લોકર ખોલ્યું તો 50 લાખ ગાયબ હતા. કાકાએ તાત્કાલિક ચિરાગને પૈસા લોકરમાં ન હોવાની જાણ કરી હતી.

આ પણ જુઓ-

જેથી ફરિયાદી તાત્કાલિક સમૃદ્ધ ઓફિસના સીસીટીવી ફૂટેજ તપાસવા માટે પહોંચ્યા હતા. જોકે, ઓફિસમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ગાયબ હતું. જેથી ઓફિસના પૈસા બાબતે સ્ટાફના કર્મચારીઓની પૂછપરછ કરી, પરંતુ કોઈએ રૂપિયા લીધા ન હોવાનું કહ્યું હતું. જે બાદમાં ફરિયાદીએ તેમની આંગડિયા પેઢીના બે મેનેજર સહિત બે કર્મચારીઓ વિરુદ્ધ ઓફિસના લોકરમાંથી 50 લાખ રૂપિયા બારોબાર ઘર ભેગા કર્યા હોવાથી ફરિયાદ નોંધાવી છે. હાલમાં નવરંગપુરા પોલીસે આ સમગ્ર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 25, 2020, 17:12 pm

टॉप स्टोरीज