Home /News /madhya-gujarat /

અમદાવાદ : શરદી, ખાંસી અને તાવની બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો, જાણો શું સાવધાની રાખવી

અમદાવાદ : શરદી, ખાંસી અને તાવની બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો, જાણો શું સાવધાની રાખવી

શરદી, ખાંસી અને તાવની બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો

Ahmedabad news - ડબલ ઋતુના કારણે દવાખાનાઓમાં દર્દીઓની કતારો લાગી

અમદાવાદ : હાલમાં ભર શિયાળે ચોમાસા (Monsoon)જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને પણ શિયાળામાં સ્વેટર પહેરવું કે વરસાદી (Rain)માહોલમાં ( weather)રેઇનકોટ પહેરવો તે સમજાતું નથી. તેવામાં આ ડબલ ઋતુના કારણે દવાખાનાઓમાં દર્દીઓની કતારો લાગી છે. અમદાવાદમાં (Ahmedabad)શરદી, ખાંસી અને તાવની (Fever)બીમારીઓમાં 25 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં ભલે કોરોનાના કેસમાં (Corona case)ઘટાડો થયો હોય પણ ખતરો હજુ ટળ્યો નથી.

વિશ્વના અલગ અલગ દેશોમાં હાહાકાર મચાવી રહેલ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. તેવામાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે શિયાળામાં આષાઢી માહોલ જોવા મળ્યો છે. આ કારણથી શહેરમાં વાયરલ બીમારીઓમાં 25 ટકાનો કેસમાં ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો - અમદાવાદ : યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બનાવવા માંગતો હતો NRI પંકજ પટેલ, પછી શું થયું

સિનિયર ફિજીશિયન જાણીતા ડો. જયેશ ત્રિવેદી જણાવે છે કે હાલમાં ડબલ ઋતુમાં વાયરલ બીમારીઓ વધી રહી છે. શિયાળામાં જે બીમારીના નોર્મલ કેસ રહેતા હોય છે તેમાં 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે લોકોને અપીલ છે કે જાતે ડોકટર ના બને. બીમારી દરમિયાન ખાસ કરીને ફિવરમાં પેરાસિટામલ સિવાય કોઈ દવા જાતે લેવી ન જોઈએ. આ દવા લીધા પછી પણ ડોક્ટરને એક વાર બતાવી દેવું જોઈએ અને જે ટ્રીટમેન્ટ ડોકટર સૂચવે તે કરવી જોઈએ. જો એમાં કોઈ ગફલત રહી ગઈ તો વાયરસનો ખતરો વધી જાય છે.

આ પણ વાંચો - અમદાવાદમાં આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવો કે નહીં, AMCએ કર્યો મહત્વનો નિર્ણય

ડૉક્ટરની સલાહ સિવાય લીધેલી દવાઓ હાડકા અને લોહીમાં તો અસર કરે જ છે સાથે લીવર પર પણ અસર કરે છે. આ ઉપરાંત બદલાયેલા વાતાવરણમાં બહાર ફરવાની જગ્યાએ ઘરમાં રહેવું વધુ હિતાવહ છે. સાથે બહારના જંક ફૂડ આરોગવાનું એવોઇડ કરી જે ખોરાકમાંથી વિટામિન્સ મળે છે તે પ્રકારનો હેલ્થી ખોરાક ખાવામાં લેવો જોઈએ. મહત્વનું છે કે હાલમાં ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસ પણ વધી રહ્યા છે તેવામાં બદલાયેલા વાતાવરણ શરદી ખાંસી અને તાવના કેસો વધતા આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. જેથી લોકોને સાવધાની રાખવાની સલાહ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, ચોમાસુ, વરસાદ

આગામી સમાચાર