અમદાવાદ : પોતાનુ દુ:ખ ભૂલીને દર્દીઓની પીડા દૂર કરતા સિવિલના આ સફાઈકર્મીઓ


Updated: July 8, 2020, 12:57 PM IST
અમદાવાદ : પોતાનુ દુ:ખ ભૂલીને દર્દીઓની પીડા દૂર કરતા સિવિલના આ સફાઈકર્મીઓ
પોતાનું દર્દ છુપાવી કોરોનાગ્રસ્ત દર્દીઓનું દર્દ કઇ રીતે ઓછુ થઈ શકે તે સંવેદનશીલતા સાથે તેમની દરકાર કરતા રહ્યા.

પોતાનું દર્દ છુપાવી કોરોનાગ્રસ્ત દર્દીઓનું દર્દ કઇ રીતે ઓછુ થઈ શકે તે સંવેદનશીલતા સાથે તેમની દરકાર કરતા રહ્યા.

  • Share this:
અમદાવાદ : સિવિલના સફાઈકર્મી જયાબહેન ચૌહાણને પાઈલ્સ હોવા છતા પણ 1200  બેડની હૉસ્પિટલમાં ખડેપગે કામ કરતા રહ્યા. પોતાનું દર્દ છુપાવી કોરોનાગ્રસ્ત દર્દીઓનું દર્દ કઇ રીતે ઓછુ થઈ શકે તે સંવેદનશીલતા સાથે તેમની દરકાર કરતા રહ્યા. જયાબેન કોરોના વોર્ડના બેડની ચાદર બદલવાથી લઈ દર્દીને સમયસર ચા-નાસ્તો, જમવાનું આપવાની જવાબદારી નિભાવતા. કોરોનાની મહામારીમાં દર્દીને પોતાના સગાથી દૂર એકલવાયુ રહેવુ પડે ત્યારે ઘણાં દર્દી ખાવા-પીવાનું છોડી દે ત્યારે જયાબેન તેમને પ્રેમ પૂર્વક સમજાવી, હૂંફ સાથેના વ્હાલસોયા વર્તન વળે દર્દીને જમાળે છે.

કોરોનાગ્રસ્ત દર્દી એકલવાયુ અનુભવતા હોય, સતત કોઈ આવીને તેમની વાત સાંભળે તેવી ઝંખના સેવતા હોય ત્યારે જયાબેન નવરાશની પળોમાં આવા દર્દીઓનું કાઉન્સેલીંગ પણ કરતા. જયાબેનને પાઈલ્સની અસહ્ય પીડા હોવા છતા પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરતા રહ્યા. હવે જ્યારે 1200 બેડમાં કોરોનાગ્રસ્ત દર્દીની સંખ્યા ઘટી છે ત્યારે તેઓ પોતાની તકલીફનું નિદાન કરાવવા તૈયાર થયા છે.સિવિલ હૉસ્પિટલની ડેડિકેટેડ  1200 બેડની સમગ્ર હોસ્પિટલને સેનેટાઈઝ કરવાની કામગીરી બખૂબી કોઈક કરતું હોય તો તે સુનિલભાઈ પટેલ. તેમના પત્નીને 8 માસનો ગર્ભ છે. આ દિવસોમાં સામાન્ય સ્ત્રી તેમના પતિ તેમની સમીપે રહે તેવી ઈચ્છા રાખતા હોય પરંતુ સુનિલભાઈએ પોતાની ફરજને પ્રાથમિકતા આપી. તેઓ ફરજના કલાકો કરતા પણ વધારે સમય સેનેટાઈઝેસનની કામગીરી કરી સ્વચ્છતા સુનિશ્ચિત કરતા. સુનિલભાઈએ તેમની ટીમ સાથે 12થી 14 કલાક કામગીરી કરીને સમગ્ર હોસ્પિટલને સ્વસ્છ, રમણીય રાખી હૉસ્પિટલના તબીબો, તમામ સ્ટાફ અને સારવાર લઈ રહેલા દર્દીઓને વાયરસના સંક્રમણથી બચાવવામાં સિંહફાળો આપ્યો છે. આજે તેમના પત્ની તેમજ આખોય પરિવાર સુનિલભાઈની નિર્ભયપણે આપેલી સેવા પર ગર્વ અનુભવી રહ્યાં છે.

આ પણ વાંચો -  સતત વરસાદને કારણે દ્વારકાનાં ગામોની સ્થિતિ ગંભીર, ઘરમાં પાણી ભરાતા પરિવાર સાથે છત પર રહેવા મજબૂર

કોરોના મહામારી શરૂ થઈ ત્યારે સિવિલ હોસ્પિટલમાં સ્વૈચ્છિક રીતે સુનિલભાઈએ સેનેટાઈઝેશનની જવાબદારી સ્વીકારી હતી. તેમની 3 જણાની ટીમે આ જવાબદારી બખૂબી નિભાવી જેના પરિણામ સ્વરૂપે દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફરતા ત્યારે 1200 બેડની સ્વચ્છતાના વખાણ ભરપેટ કરતા.આ પણ જુઓ-  

આ સમગ્ર સુચારુ સંચાલન પાછળ આ બાહોસ સફાઈકર્મીઓની કર્તવ્યનિષ્ઠા અને સોંપેલા કામ પ્રત્યેની જવાબદારી રહેલી છે.

આ પણ વાંચો -  સુશાંત સિંહ રાજપૂતની Too Copy છે આ વ્યક્તિ, ફોટો જોઇને લોકો પણ છે હેરાન
Published by: Kaushal Pancholi
First published: July 8, 2020, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading