પતિનું કોરોનાને કારણે મૃત્યું, પોતે સંક્રમિત, પરંતુ 58 વર્ષનાં નર્સે નિવૃત્તિને બદલે સેવા કરવાનું સ્વીકાર્યું


Updated: June 1, 2020, 8:40 AM IST
પતિનું કોરોનાને કારણે મૃત્યું, પોતે સંક્રમિત, પરંતુ 58 વર્ષનાં નર્સે નિવૃત્તિને બદલે સેવા કરવાનું સ્વીકાર્યું
'પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વિડીયો કોલીંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ.’

'પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વિડીયો કોલીંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ.’

  • Share this:
અમદાવાદ : ‘જેને સેવા જ કરવી છે તેને મન વળી નિવૃત્તિ નો વિચાર જ કેવી રીતે આવે? મારા પતિના અંતિમ સંસ્કાર સિવિલ તંત્રએ કર્યા. વિડીયો કોલીંગ દ્વારા નિહાળ્યા, દુ;ખ ચોક્કસ છે પરંતુ અફસોસ તો નથી જ.’ આ શબ્દો છે સિવિલ હૉસ્પિટલના નર્સ ઉર્મિલાબેન પંચાલના.

‘કોરોના’ શબ્દએ કંઈક લોકોની જિંદગીમાં બદલાવ લાવી દીધો છે. પરંતુ સાચા સેવકો તેમના ધ્યેયમાં આજે પણ અડીખમ ઉભા છે. તેનો પ્રત્યક્ષ દાખલો એટલે સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા બજાવતા ઉર્મિલાબેન પંચાલ છે. ઉર્મિલાબેન પંચાલ 58માં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. પુત્ર અને પુત્રવધૂ બેન્ને જણા મેડિકલ ક્ષેત્રમાં જ છે. દીકરી કેનેડા સેટલ થઈ છે. ઘર ખાધે-પીધે સુખી છે. ઉર્મિલાબેનના પતિ નિવૃત્ત હતા.

છેલ્લા ઘણા સમયથી તેઓ ઉર્મિલાબેનને કહેતા રહેતા કે, આપણે હવે પૈસાની ક્યાં જરૂર છે? સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લે!’ એક વખત તો ઉર્મિલાબેનને પણ વિચાર આવ્યો કે, સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લઉ! પણ એવા સમયે જ ‘કોરોના’ની એન્ટ્રી થઈ, ઉર્મિલાબેને ખૂબ સાહજિકતાથી પતિ સુરેશભાઈને કીધુ કે ‘આ કોરોનાને જવા દો. અત્યારે સેવા કરવાનો સમય છે. મારું મન કહે છે કે, અત્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ ન લેવી જોઈએ’ અને ઉર્મિલાબેને નોકરી ચાલુ રાખી. ઉર્મિલાબેનની એક વખત તબિયત બગડતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ત્પોયારે પોઝિટિવ આવ્યો. જ્યાં દર્દીઓની સેવા કરતા હતા ત્યાં જ દાખલ થવાનો વારો આવ્યો. થોડા દિવસ પછી પતિ સુરેશભાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા. તે પણ તે જ વોર્ડમાં દાખલ થયા. પુત્ર અને પુત્રવધુ એ બન્ને પણ પોઝિટિવ જણાતા હોમ ક્વૉરન્ટાઈન થયા. ક્રમશ: આખુ પરિવાર કોરોના પોઝિટિવ થયું. પણ એમણે ‘પોઝિટિવિટી’ ન છોડી.

એવામાં ઉર્મિલાબેનના પતિ સુરેશભાઈનું અવસાન થયું. અંતિમ સંસ્કાર કોણ કરે? આખુ ઘર ‘કોરોના’ની ઝપેટમાં હતું. ઉર્મિલાબેને હોસ્પિટલના એસ.આઈ. જૈમિનભાઈને વાત કરી કે, તમે મારા પતિના અંતિમ સંસ્કાર કરો. પણ મારી ઈચ્છા છે કે મારે આખી અંતિમવીધી જોવી છે.  જૈમિનભાઈ અને અન્ય પાંચ સેવા નિષ્ઠ મિત્રોએ આખી વાત ઉપાડી લીધી અને સુરેશભાઈના અંતિમ સંસ્કાર થયા. તેમનો દેહ પંચમહાભુતમાં વિલીન થયો.

આ પણ વાંચો- અમદાવાદમાં આજથી 46 વિસ્તારો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સામેલ, તમામ બ્રિજ શરૂ

ઉર્મિલાબેન કહે છે કે, ‘મારા પતિની બહુ ઈચ્છા હતી કે, હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લઉ. પણ મારુ મન ના માન્યું.  મને સતત થયા કરતું કે આખી જિંદગી દર્દીઓની સેવામાં કાઢી છે અને અણીના સમયે મેદાન છોડી દઉ એ સારુ ન કહેવાય. મારા પતિની સ્વૈચ્છિક નિવૃત્તિની ઈચ્છા હું તેમના જીવતા જીવે ન પુરી કરી શકી. તેનું દુ;ખ ચોક્કસ છે. પરંતુ અફસોસ નથી કેમકે, મેં છેક સુધી દર્દીઓની સેવા કરી છે અને હજી કરતી રહીશ.’  જો કે મારી ઈચ્છાને માન આપીને સિવિલ હૉસ્પિટલ તંત્રએ મારા પતિના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા.  એટલું જ નહી તેમના અસ્થિ લાવવાની અંતિમ જવાબદારી પણ નિભાવી. સલામ છે તંત્રની સંવેદનશીલતાને.’આ પણ જુઓ - 
First published: June 1, 2020, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading