Home /News /madhya-gujarat /

કોરોના પોઝિટિવ ચિનુદાદાએ દીકરીને આપી સાંત્વના, 'બેટા ચિંતા ન કરતી, અહીં બધા મને ખૂબ સાચવે છે'

કોરોના પોઝિટિવ ચિનુદાદાએ દીકરીને આપી સાંત્વના, 'બેટા ચિંતા ન કરતી, અહીં બધા મને ખૂબ સાચવે છે'

“જ્યારથી પપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમની સાથે સંપર્ક કરવા અને તેમની દેખરેખ સહિતના પ્રશ્ને અમને ખૂબ જ ચિંતા થતી હતી"

“જ્યારથી પપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમની સાથે સંપર્ક કરવા અને તેમની દેખરેખ સહિતના પ્રશ્ને અમને ખૂબ જ ચિંતા થતી હતી"

અમદાવાદ : 'અમને ચિંતા હતી કે અમારું આખું પરિવાર અમેરિકા છે તો પપ્પાને ત્યાં કોણ સાચવશે? થેન્ક્યુ ડૉક્ટર, તમે સૌ પરિવારના સભ્યની જેમ મારા પપ્પાની સંભાળ રાખો છો.' આ શબ્દો છે અમેરિકા સ્થિત દીકરી શ્રુતિ સોનીના, જેનાં 83 વર્ષીય વૃદ્ધ પિતા કોરોના પોઝિટિવ છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ છે. હૉસ્પિટલ સ્ટાફ દરરોજ અમેરિકા રહેતી દીકરીને તેણીના પપ્પા સાથે વીડિયો કોલિંગથી વાતો કરાવે છે અને પરિવારના સભ્યની જેમ જ તેમની કાળજી રાખે છે. સિવિલ હૉસ્પિટલના કોરોના વોર્ડમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાય છે.

હાલની સ્થિતિમાં કોઈને સામાન્ય છીંક આવી હોય તો પણ તેને કોરોના થઈ ગયો હશે તેવુ સમજીને આસપાસમાં રહેલી વ્યક્તિ ત્યાંથી ખસી જતી હોય છે. ત્યારે આવા સંજોગોમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં આકાર લેતી આવી ઘટના નવી ઊર્જાનો સંચાર કરે છે. હોસ્પિટલમાં કાર્યરત સ્ટાફ પોતાના પરિવારના સભ્યની જેમ કોરોના પોઝિટિવ દર્દીઓની સંભાળ લે છે.અમદાવાદનાં ૮૩ વર્ષીય ચિનુદાદાને કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ચિનુદાદાના સંતાનો વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા છે ત્યારે તેમની દેખભાળ રાખી શકે તે માટે અમદાવાદમાં કોઈ નથી. પરંતુ અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સ્ટાફ દ્વારા તેઓની પરિવારના સદસ્યની જેમ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે.

અમેરિકાથી શ્રુતિ સોની લાગણીસભર શબ્દોમાં જણાવે છે કે, “જ્યારથી પપ્પાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારથી તેમની સાથે સંપર્ક કરવા અને તેમની દેખરેખ સહિતના પ્રશ્ને અમને ખૂબ જ ચિંતા થતી હતી. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી દરરોજ મને અને મારા સમગ્ર પરિવારને વોટ્સએપના મારફતે વીડીયો કોલિંગ કરાવીને મારા પપ્પા સાથે વાતચીત કરાવે છે. ત્રણ દિવસ પછી તા.26 મી મેના રોજ પપ્પાનો જન્મ દિવસ છે."

શ્રુતિ જણાવે છે કે, અમને એ વાતનો ખૂબ જ આનંદ થયો કે, ડૉક્ટર્સ, નર્સ, પેરા-મેડિકલ સહિતનો તમામ સ્ટાફ મારા પપ્પાની ખૂબ જ કાળજી રાખી રહ્યો છે. તેમને બિલકુલ એકલા હોવાનો અહેસાસ પણ થવા દેતા નથી. જેથી અત્યારે અમે અમેરિકા હોવા છતાં ચિંતામુક્ત બન્યા છીએ. હોસ્પિટલના સમગ્ર સ્ટાફને હું હ્રદયપૂર્વક થેંક્યુ કહું છું.વીડિયો કોલિંગમાં વાતો કરતા-કરતા કોરોના વોર્ડમાં દાખલ ચિનુદાદા પણ દીકરીને સાંત્વના આપતા કહેતા હતા કે, બેટા ચિંતા ના કરતી, અહીં બધા મને ખૂબ જ સાચવે છે. આ શબ્દોથી અમેરિકા સ્થિત તેમના પરિવારની અડધી ચિંતા ઓછી થઈ ગઈ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : ભાભી બની જાસૂસ અને નણંદના અન્ય પુરષ સાથેના સંબંધની ખોલી પોલ

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની તેમના પરિવારજનોને રીઅલ ટાઈમ ઈન્ફોર્મેશન પ્રાપ્ત થાય તે હેતુસર ‘કોવિડ કમાન્ડ કંટ્રોલ ડેશબોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યું છે. ડેશબોર્ડમાં દર્દીનું નામ, વિવિધ રીપોર્ટની માહિતી, દર્દીની સ્થિતિ, ક્યા વોર્ડમાં દાખલ, દાખલ કર્યાની તારીખ, ડિસ્ચાર્જ કર્યાની તારીખ તેમજ ક્યા ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી રહી છે તેની પૂરતી માહિતીનો એક સોફ્ટવેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દર્દીની બદલાતી જતી સ્થિતિ અંગે ખૂબજ ચોકસાઈપૂર્વક માહિતી અપડેટ કરવામાં આવે છે. તેમજ જરૂરી માહિતી દર્દીના સ્નેહીજનોને ટેલિકોલિંગ તેમજ એસએમએસ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. જેથી દર્દીના સગાઓએ પણ હવે કોઈપણ પ્રકારની અફવાઓથી ભયભીત થવાની જરૂર નથી.

આ પણ જુઓ - 
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad Civil Hospital, Corona patient, Video calling, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन