સિવિલની નર્સને મળી ધમકી, 'મારી સાથે સંબંધ નહિ રાખે તો તને, તારા પતિને જાનથી મારી નાખીશ'

સિવિલની નર્સને મળી ધમકી, 'મારી સાથે સંબંધ નહિ રાખે તો તને, તારા પતિને જાનથી મારી નાખીશ'
પ્રતિકાત્મક તસવીર

એટલું જ નહીં આરોપીએ ફરિયાદી યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે મૈત્રી સંબંધ નહીં રાખે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ.

  • Share this:
અમદાવાદ : એશિયાની સૌથી મોટી ગણાતી એવી  અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ગતમોડી રાત્રે નર્સનો પીછો કરી મૈત્રી સબંધ રાખવા માટે ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

સિવિલ હોસ્પિટલમાં નર્સ (nurse) તરીકે ફરજ બજાવતી એક યુવતીએ પોલીસ ફરિયાદ આપી છે કે, બે વર્ષ પહેલા તેને તેની જ સાથે કામ કરતા એક યુવાન સાથે મૈત્રી સબંધ હતા. જો કે બંને વચ્ચે મનમેળ ન આવતા દોઢ વર્ષ પહેલાં ફરિયાદી યુવતીએ તેની સાથે મૈત્રી સબંધ તોડીને વાતચીત કરવાનુ બંધ કરી દીધું હતું. છતાં પણ આ યુવાન ફરિયાદી યુવતી નોકરીથી ઘરે જાય ત્યારે તેનો પીછો કરીને તેની સાથે મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જે અંગે યુવતી એ પોલીસને અરજી પણ આપી હતી. છતાં પણ આરોપી યુવાને યુવતીને હેરાન કરવાનુ છોડ્યું ન હતું.આ પણ વાંચો - અમદાવાદમાં ફરી એકવાર ATM મશીન તોડવાનો પ્રયાસ, બચી ગયા લાખો રૂપિયા

5મી સપ્ટેમ્બરે યુવતી જ્યારે ફરજ પર હતી તે દરમિયાન આરોપી તેનો પીછો કરતા કરતા વોર્ડ સુધી પહોંચી ગયો હતો. ફરિયાદી સાથે મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.  યુવતીએ સ્પષ્ટ ઈનકાર કરી દેતા જ આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને બિભત્ય ગાળો બોલવા લાગ્યો હતો. એટલું જ નહીં આરોપીએ ફરિયાદી યુવતીને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે મૈત્રી સંબંધ નહીં રાખે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ.

આ પણ જુઓ - 

અંતે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરી હતી અને પોલીસ ફરિયાદ કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - જામનગરમાં કોરોનાને કારણે એક જ પરિવારનાં ત્રણ સગા ભાઇઓનાં મોત, વેપારીઓ સ્તબ્ધ
Published by:Kaushal Pancholi
First published:September 07, 2020, 10:17 am