અમદાવાદના ડૉક્ટરને પૈસાની લાલચ ભારે પડી, સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા


Updated: July 3, 2020, 9:40 AM IST
અમદાવાદના ડૉક્ટરને પૈસાની લાલચ ભારે પડી, સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા
પ્રતિકાત્મક તસવીર

'હું ભારતીય આર્મીમાં ફરજ બજાવું છું, તમારા ખાતામાં પૈસા જમા કરાવવા છે,' આવો કોઈ ફોન આવે તો લાલચમાં ન આવી જતાં, નહીં તો રોતા પણ નહીં આવડે.

  • Share this:
અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી સાઇબર ક્રાઇમ (Cyber Crime) કરતા ગઠિયાઓનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. દરરોજ નવી નવી મૉડેસ ઑપરેન્ડી (Modus Operandi)થી ગઠિયાઓ લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. હવે સિવિલ હૉસ્પિટલ (Ahmedabad Civil Hospital)ના ડોક્ટર (Doctor) પણ સાઇબર ક્રાઇમનો ભોગ બન્યા છે.

ધ્રુવ બારું નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે ગત 27 મેના દિવસે તેઓ સિવિલ હૉસ્પિટલમાં ફરજ પર હાજર હતા તે દરમિયાન તેમના મોબાઈલ પર સુહાસ માનકર નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. જે પોતે આર્મીમાં નોકરી કરે છે અને ફરિયાદીના ખાતામાં રૂપિયા 10,000 જમા કરવાની વાત તેમના પિતા સાથે થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિએ ફોન કટ કરી દીધો હતો.

આ પણ વાંચો : આવી રીતે તો સુરતમાં કોરોના વાયરસ ક્યારેય નહીં જાય!

થોડીવારમાં ફરિયાદીના વોટ્સએપ નંબર પર રિસિવ મની લખીને એક કોડ આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને આ code paytmમાં સ્કેન કરવા માટે કહ્યું હતું. જેથી ફરિયાદીએ તેમ કરતાં જ તેના બેંક ખાતામાંથી રૂપિયા 10,000 ઉપડી ગયા હતા.

વીડિયો જુઓ : કાનપુરમાં પોલીસ પર હુમલો, આઠ પોલીસકર્મી શહીદ
ત્યારબાદ ફરીથી આ ગઠિયાએ ફરિયાદીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તેનો સમય પૂર્ણ થઇ ગયો છે, જેથી તમારે 15 સેકન્ડની અંદર બીજું ટ્રાન્ઝેકશન કરવું પડશે. ફરિયાદીએ બીજું ટ્રાન્ઝેક્શન કરતા જ તેના એકાઉન્ટમાંથી બીજા દસ હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. 20,000 રૂપિયા ફરિયાદીના ખાતામાંથી ઉપડી જતા તેણે આ ગઠિયાને ફોન કર્યો હતો. જોકે, ત્યાર બાદ ગઠિયાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ મામલે ડૉક્ટરે પોલીસને જાણ કરી છે.
First published: July 3, 2020, 9:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading