Home /News /madhya-gujarat /

અમદાવાદ : રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ સામે સરકાર મક્કમ, સિવિલ હોસ્પિટલમાં 25 મેડીકલ ઓફિસરને ડેપ્યુટેશન પર મોકલ્યા

અમદાવાદ : રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ સામે સરકાર મક્કમ, સિવિલ હોસ્પિટલમાં 25 મેડીકલ ઓફિસરને ડેપ્યુટેશન પર મોકલ્યા

અમદાવાદ : રેસિડેન્ટ ડોક્ટરની હડતાળ સામે સરકાર મક્કમ, સિવિલ હોસ્પિટલમાં 25 મેડીકલ ઓફિસરને ડેપ્યુટશન પર મોકલ્યા

Ahmedabad Civil Hospital- રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા માંગ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી, જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital)બી.જે.મેડિકલ કોલેજમાં (B.J. Medical College) રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ (Resident doctors strike)પર ઉતર્યા છે. 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ ડોક્ટરોએ બી.જે.મેડિકલ કોલેજના કેમ્પસમાં એક સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે અને કમિશનરના રાજીનામાની માંગણી કરી છે. રેસિડેન્ટ ડોક્ટરોની (doctors) માંગ છે કે બોડી સર્વિસનો સમયગાળો એક બે મુજબ કરવામાં આવે તેમજ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવે. ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોકટર્સ ન હોવાને લીધે એકેડમી યર કોવિડમાં વેડફાયો હોવાથી અમારી શૈક્ષણિક સંસ્થામાં અમોને નિમણૂક આપવામાં આવે. અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્સી plus બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ પાડવામાં આવે.

રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે માંગ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમજ જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રેસિડેન્ટ ડોક્ટરની માંગ છે કમિશનરે તબીબોનું અપમાન કર્યું છે. કમિશનર માફી માંગે અથવા તો રાજીનામુ આપે.

આ પણ વાંચો - અમદાવાદ : વટવામાં મહિલાના હત્યા કેસમાં ચારની ધરપકડ, એક આરોપીનો વીડિયો આવ્યો સામે

સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે અને બીજી બાજુ રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડોકટર જે વી મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરની હડતાળને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં રાબેતા મુજબ ઓપીડી ચાલી રહી છે. દર્દીઓને હાલાકી ન પડે તે માટે 100 જેટલા મેડિકલ ઓફિસર છે તેને રઉન્ડ ધ કલોક ડ્યુટી સોંપવામાં આવી છે. સરકાર દ્વારા આજે 25 મેડીકલ ઓફીસરને ડેપ્યુટશન કરવામાં આવ્યા છે. જેમને ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટરમાં ડ્યુટી સોંપવામાં આવી છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad Civil Hospital, B J Medical College, Civil Hospital, Civil Hospital news, Resident doctors strike, અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, બી.જે.મેડિકલ કોલેજ, રેસિડેન્ટ ડોક્ટર હડતાળ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन