Home /News /madhya-gujarat /Video: અમદાવાદનાં કોરોના વોરિયર્સ થયા ભાવુક, 'દિવસ રાત કામ કરીને કોરોનાને હરાવીને જ ઝંપીશું'

Video: અમદાવાદનાં કોરોના વોરિયર્સ થયા ભાવુક, 'દિવસ રાત કામ કરીને કોરોનાને હરાવીને જ ઝંપીશું'

અમદાવાદ સિવિલનાં કેટલાક ડૉક્ટરો સાથે વાત કરી હતી. જેમાં ડૉક્ટરોની ટીમ ઘણી જ ભાવુક થઇ ગઇ હતી.

અમદાવાદ સિવિલનાં કેટલાક ડૉક્ટરો સાથે વાત કરી હતી. જેમાં ડૉક્ટરોની ટીમ ઘણી જ ભાવુક થઇ ગઇ હતી.

  અમદાવાદ : ભારતીય વાયુસેના (Indian Air Force)ના 9 ફાઇટર એરક્રાફ્ટ (Fighter Aircraft), જેમાં 3 સુખોઈ-30 MKI (Sukhoi-20 MKI), મિગ-29 (MIG-29) અને 3 જગુઆર (Jaguar) સામેલ છે. 3 C-130J ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (Transport Aircraft)ની સાથે મળીને COVID-19 વોરિયર્સ પ્રત્યે સન્માન દર્શાવવા માટે રવિવારે સવારે શ્રીનગરથી ઉડાન ભરી અને કોવિડ-19 વોરિયર્સ પ્રત્યે સન્માન પ્રદર્શિત કરવા માટે કેરળમાં ત્રિવેન્દ્રમ સુધી ગયા હતા. વાયુસેનાના જવાનોએ અમદાવાદ સિવિલમાં પણ ‘સારે જહાં સે અચ્છા હિદુસ્તાં હમારા ધુન સાથે સિવિલમાં કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવા આખાય કેમ્પસમાં માર્ચ કરી હતી. સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઉપર એરફોર્સના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

  એરફોર્સના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવૃષ્ટિ થતાં આખાય કેમ્પસનું વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું. કોરોનાની મહામારીના આ કપરા સમયમાં દેશની ભવ્યતા, સંસ્કૃતિ અને એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતુ. કોરોના ફાઈટર્સ અને વોરિયર્સનું સમ્માન કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા આ પહેલી જ વાર કરવામાં આવી હતી. એ પ્રસંગે અમદાવાદનું આકાશ વિમાનો, હેલિકોપ્ટરોની ઘરઘરાટીથી ગૂંજી ઉઠ્યું હતું. એક તરફ ઉપર આકાશમાંથી વોરિયર્સને સલામી આપવામાં આવી હતી તો નીચે ધરતી પર મ્યૂઝિક બેન્ડ વગાડીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે અમદાવાદમાં આઈએએફ દ્વારા ફ્લાય-પાસ્ટ યોજવામાં આવી હતી. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની ઉપર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ન્યૂઝ18ગુજરાતીની ટીમે અમદાવાદ સિવિલનાં કેટલાક ડૉક્ટરો સાથે વાત કરી હતી. જેમાં ડૉક્ટરોની ટીમ ઘણી જ ભાવુક થઇ ગઇ હતી.

  અમદાવાસ સિવિલની ડૉક્ટરોની ટીમનાં એક સભ્યએ આ સન્માન અંગે જણાવ્યું કે, 'જ્યારે દેશવાસીઓ અમારા માટે દીપોત્સવ ઉજવે, થાળી વેલણ, ઘંટ વગાડી અમારા કામને બિરદાવે છે ત્યારે અમારો ઉત્સાહ બમણો થઇ જાય છે. અમે અમારી ક્ષમતા કરતા પણ વધારે કામ કરીને કોરોનાને હરાવીને જ ઝંપીશું.'

  અન્ય એક ડૉક્ટરે જણાવ્યું કે, 'કોરોનાની મહામારીમાં રાત દિવસ ઉજાગરા કરીને મેડિકલ સ્ટાફ, સફાઇકર્મીઓ સાથે તંત્ર, મીડિયા કર્મીઓ પણ ખડે પગે દેશની સેવા કરી રહ્યાં છે. ત્યારે આવી પરિસ્તિતિમાં કોઇપણ વ્યક્તિ કોઇ એવોર્ડ કે રિવોર્ડ લેવાની પરવાહ કર્યા વગર કામ કરે છે. આવી પરિસ્થિતિમાં એના કામની નોંધ લેવાય ત્યારે ઉત્સાહ બમણો થઇ જાય છે. લશ્કરી જવાનો જે લોકો માટે પોતાની જિંદગી દાવ પર લગાડી દે છે. તેવા જવાનો દ્વારા અમારા કામને બિરદાવાવમાં આવે ત્યારે અમારો ઉત્સાહ બમણો થઇ જાય છે.'

  આ પણ વાંચો - વધતા કોરોના સંક્રમણને કારણે અમદાવાદનાં જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ પણ સંપૂર્ણ બંધ

  અન્ય એક ડૉક્ટરે જણાવ્યું કે, 'ઇન્ડિયન એરફોર્સનો હું ઘણો આભાર માનું છું કે તેમને અમારો ઉત્સાહ વધાર્યો. જે લોકો આખી જિંદગી દેશમાં ખર્ચી નાંખે છે, અમે અત્યારે અહીં સુરક્ષિત છીએ તો તેમના કારણે છીએ.  તો તેમણે અમારો જુસ્સો વધાર્યો તેનાથઈ અમને બમણી ખુશી મળી છે. અમે હવે રાતદિવસ કામ કરીશું.'

  આ પણ જુઓ - 
  " isDesktop="true" id="979097" >
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Airforce, Corona warriors, Coronavirus, Covid 19 pandemic, અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन